કોર્પોરેશને ખોદેલા ખાડામાં ટ્રક ફસાઇ

રાજકોટ શહેરમાં ચોમાસાના આગમન સમયે જ મહાનગર પાલિકા દ્વારા ઠેર-ઠેર રસ્તાઓ ખોદી નાખવામાં આવતા કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કફોડી હાલત સર્જાયેલ છે. ગતરાત્રે શહેરના…

રાજકોટ શહેરમાં ચોમાસાના આગમન સમયે જ મહાનગર પાલિકા દ્વારા ઠેર-ઠેર રસ્તાઓ ખોદી નાખવામાં આવતા કમોસમી વરસાદના કારણે અનેક વિસ્તારોમાં કફોડી હાલત સર્જાયેલ છે. ગતરાત્રે શહેરના સાધુ વાસવાણી રોડ ઉપર એક ટ્રક કોર્પોરેશને ખોદેલા ખાડામાં ફસાઇ ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન તંત્ર ખાડે ગયુ હોવાની લોકોને પ્રતિતી થઇ રહી છે.