Site icon Gujarat Mirror

બામણબોર નજીક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રક ચાલકનો હુમલો

oplus_2097152

શહેરની ભાગોળે કુવાડવા હાઈવે પર આવેલા બામણબોર નજીક ટ્રક ઓવર ટેક કરવા બાબતે ટ્રક ચાલક ઉપર અન્ય ટ્રકના ચાલકે ઝઘડો કરી ધોકા વડે હુમલો કરતાં ઘવાયેલા યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિલટમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજી ડેમ ચોકડી નજીક યુવરાજનગરમાં રહેતો અને ટ્રક ચલાવતો સાગર ભનાભાઈ સોરાણી (ઉ.28) નામનો યુવાન આજે સવારે વડોદરાથી ટ્રક લઈ રાજકોટ આવતો હતો ત્યારે સવારે આઠ વાગ્યાના અરસામાં બામણબોર પુલ પાસે પહોંચતાં ટ્રક ઓવર ટેક કરવા બાબતે અજાણ્યા ટ્રકના ચાલકે ઝઘડો કરી ધોકા વડે માર મારતાં તેને માથાના ભાગે તથા શરીરે ઈજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી એરપોર્ટ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં તે વડોદરાથી ટ્રકમાં બેસન ભરીને આવતો હતો ત્યારે બામણબોર પુલ નજીક ગાય આડી ઉતરતા આગળ જતાં ટ્રકના ચાલકે બ્રેક મારતાં સાગરે કાવો માર્યો હતો. જેથી અજાણ્યા ટ્રક ચાલકે ‘તે કેમ કાવો માર્યો’ તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.

Exit mobile version