Site icon Gujarat Mirror

ઉપલેટામાં વિહિપ-બજરંગ દળ દ્વારા ત્રિશૂલ દીક્ષા અને ધર્મસભા યોજાઈ

ઉપલેટા શહેરના ખાખી જાળીયા રોડ પર આવેલ એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ – બજરંગ દળ દ્વારા સાધુ, સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં વિશાળ ત્રિશુલ દીક્ષા અને દિવ્ય ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ભવ્ય ત્રિશુલ દીક્ષા મહોત્સવમાં સમસ્ત સનાતની હિન્દુ સમાજના 651 યુવાનો ઉત્સાહ અને ઉમંગભેર જોડાયા હતા અને વિદ્વાન બ્રાહ્મણો અને સાધુ, સંતો દ્વારા પૂજન અર્ચન તેમજ મંત્રોચ્ચાર કરેલ ત્રિશુલ દીક્ષા ધારણ કરી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા ધર્મેન્દ્રભાઈ ભાવાણી દ્વારા યુવાનોને ગૌ માતાની, બહેન દીકરીઓની, દરેક સમાજની રક્ષા કાજે તેમજ હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે જાતપાતમાં પડવાને બદલે દરેક સમાજને એકથવા હાકલ કરી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જે. એમ. માંગરોલીયા સાહેબ તથા સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભુપતભાઈ ગોવાણી સહિતના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રાંત અને જિલ્લાના હોદ્દેદારો, પ્રતિનિધિઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

.કાર્યક્રમમાં આવનાર સાધુ, સંતો, મહંતો અને મહેમાનો તેમજ ત્રિશુલ દીક્ષા લેનાર યુવાનો સહિતના દરેક લોકોને કુમકુમ તિલક ચાંદલા કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી ભુપતભાઈ ગોવાણીના માર્ગદર્શન હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ઉપલેટા પ્રખંડના વાલી મનીષભાઈ સોલંકી તથા અધ્યક્ષ દિનેશભાઈ ચંદ્રવાડીયાની આગેવાનીમાં મંત્રી કિશનભાઈ ચુડાસમા, સહમંત્રી જેઠાભાઈ ડેર, બજરંગ દળ સંયોજક પીન્ટુભાઈ વસવેલીયા, સહ સંયોજક જીતુભાઈ ગોડેશ્વર અને હિતેશભાઈ ચાવડા તેમજ દીપકભાઈ ચૌહાણ, હસમુખભાઈ સોની, વિવેકભાઈ પાઠક, પ્રકાશભાઈ પરમાર, શૈલેષભાઈ બારૈયા, ઋષિક પંડ્યા, નૈતિક ત્રિવેદી, અજય ચાવડા, મહેશભાઈ, જગમાલ સુવા, કરણ ચંદ્રવાડીયા, સંજય સોલંકી સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.

Exit mobile version