ગુજરાત
ધ્રાંગધ્રા હાઇવે પર ટ્રિપલ અકસ્માત: ટ્રક, આઇસર અને ટેન્કર અથડાતા એકનું મોત
કચ્છથી અમદાવાદ મેઇન ફોર લાઇન હાઇવે પર બે દિવસમાં પાંચ અકસ્માત સર્જાયા
ધાંગધ્રા તાલુકાના ચુલી તારંગા ધામ નજીક હાઇવે પર ટ્રક, આઇસર અને તેલના ટેન્કર વચ્ચે ત્રીપલ અકસ્માત સજાના એક યુવાનનું મોત નિપજ્યું હતું. અને ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં યુવાનની ડેડ બોડીને ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થ ખસેડવામાં આવી હતી. આ અકસ્માતની ઘટનાની વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો જિલ્લાનું મહત્વનું સેન્ટર છે. અહીં કચ્છથી અમદાવાદ મેઈન ફોર લાઇન હાઇવે હોવાથી છાશવારે અકસ્માતો જોવા મળતાં હોય છે. ત્યારે છેલ્લા બે દિવસમાં હાઇવે પર અકસ્માતના પાંચ બનાવો બન્યા હતા.
ત્યારે ધાંગધ્રા તાલુકાના ચૂલી ગામ તારંગા ધામ નજીક આઇસરગાડી તથા તેલનું ટેન્કર અને ટ્રક વચ્ચે ત્રીપલ અકસ્માત સજાયો હતો.જેમાં એક યુવાન ગાડીમાં સવારનું મોત નીપજ્યું હતું. અને ચાલકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે અકસ્માત થતા હાઇવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા. ત્યારે હાઇવે પર કંપનીની ઈમરજન્સી સેવા આપતી ગાડીને જાણ થતા ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કર્યો હતો. અને યુવાનની ડેડ બોડીને પીએમ માટે ધાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ અકસ્માતના બનાવની વધુ તપાસ ધ્રાંગધ્રા પોલીસ ચલાવી રહી છે.