ભાવનગર-સોમનાથ હાઇવે પર ત્રિપલ અકસ્માત: બાઇક સવાર વૃધ્ધનું ઘટનાસ્થળે મોત

મૃતકનો મૃતદેહ જાફરાબાદ હોસ્પિટલે ખસેડાયો, ગુનો નોંધવા તજવીજ જાફરાબાદના હેમાળ ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મોટરસાયકલ…

મૃતકનો મૃતદેહ જાફરાબાદ હોસ્પિટલે ખસેડાયો, ગુનો નોંધવા તજવીજ

જાફરાબાદના હેમાળ ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર એક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક મોટરસાયકલ સવાર 77 વર્ષીય વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત બે ફોર-વ્હીલ કાર અને એક મોટરસાયકલ વચ્ચે થયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક ચાલક ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતક વૃદ્ધની ઓળખ ચોત્રા ગામના રહેવાસી નાગજીભાઈ વલ્લભભાઈ સાવલિયા (ઉંમર 77 વર્ષ) તરીકે થઈ છે. અકસ્માત બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જાફરાબાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ નાગેશ્રી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.