Site icon Gujarat Mirror

ધારીના ગરમલી (ચરખા) ગામના ટ્રાવેલ્સ સંચાલક સાથે આર્મીની ઓળખ આપી 34 લાખની ઠગાઈ

ધારીના ગરમલી (ચરખા) ગામના એક ટ્રાવેલ્સ વ્યવસાયી સાથે આર્મી ઓફિસર તરીકે ઓળખ આપનાર બે અજાણ્યા વ્યક્તિઓએ ઓનલાઈન છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે.

સ્કેનર મારફતે રૂૂપિયા જમા થવાના બહાને શખ્સોએ બેંક ખાતામાંથી કુલ રૂૂપિયા 34 લાખથી વધુ રકમ ઉપાડી લીધા હોવાનું સામે આવ્યું છે. ધારી તાલુકાના ગરમલી ગામે રહેતા રવિરાજભાઈ ચંપુભાઈ જેબલિયા (ઉ.વ.30) ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે.તેઓ ચલાલા ખાતે ટુર એન્ડ ટ્રાવેલ્સ નામે લક્ઝરી બસ ભાડે આપવાનું કામ કરે છે. તા. 02 માર્ચના રોજ બપોરે આશરે 2:30 વાગ્યે એક અજાણ્યા વ્યક્તિએ મોબાઈલ નંબર પરથી ફોન કરીને પોતે આર્મી ઓફિસર આનંદકુમાર હોવાનું કહી અમરેલી એરપોર્ટથી અમદાવાદ હનુમંત આર્મી કેમ્પ સુધી લક્ઝરી બસ ભાડે જોતી હોવાનું જણાવ્યું.

બંને વચ્ચે 40 હજાર બસ ભાડું નક્કી થયું હતું. બાદમાં નકલી આર્મીએ પોતાના મોટા અધિકારી તરીકે ઓળખાવનાર કેપ્ટન પ્રવીણકુમારનો મોબાઈલ નંબર રવિરાજભાઇને આપ્યો અને તેમની સાથે વ્હોટ્સએપ પર વાત કરવા જણાવ્યું હતું.

વાતચીત દરમિયાન શખ્સોએ વિશ્વાસ જીતવા માટે ફરિયાદીને રૂૂપિયા 2નું સ્કેનર મોકલ્યું, જે સ્કેન કરતા ફરિયાદીના બેંક ખાતામાં ખરેખર 2 રૂૂપિયા જમા થયા. આથી ભોગ બનનાર બંને શખ્સો સાચા હોવાનું માનતા તેઓએ મોકલાયેલા અલગ અલગ સ્કેનર સ્કેન કર્યા.લાગ્યું કે આ સ્કેનરથી તેમના ખાતામાં રૂૂપિયા જમા થશે, પરંતુ હકીકતમાં તે સ્કેનર મારફતે તેમના એસબીઆઈ બેંક ચલાલા શાખાના ખાતામાંથી કુલ રૂૂપિયા 34,499.97 ઉપાડી લેવાયા હતા.

રકમ ઉપાડી લીધા બાદ બંને આરોપીઓએ પોતાના મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી દીધા અને સંપર્ક તોડી નાખતા રવિરાજભાઈ પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું જણાયું હતું અને ચલાલા પોલીસ મથકે તમામ જાણકારી આપી હતી. આ બનાવ અંગે પોલીસ દ્વારા અજાણ્યા શખ્સો સામે છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Exit mobile version