વડિયામાં ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનો અર્થિક ભીંસથી ઝેર પી આપઘાતનો પ્રયાસ

વડિયામાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ધંધો નહીં ચાલતા લોન પર લીધેલા ત્રણ ટ્રકના હપ્તા ચડી ગયા હતા. આર્થિકભીસથી કંટાળી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ…

વડિયામાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ધંધો નહીં ચાલતા લોન પર લીધેલા ત્રણ ટ્રકના હપ્તા ચડી ગયા હતા. આર્થિકભીસથી કંટાળી ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આધેડને ઝેરી અસર થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ અમરેલીના વડિયામાં આવેલા કૃષ્ણપરા વિસ્તારમાં રહેતા વિપુલભાઇ ભગવાનજીભાઇ રાવરાણી નામના 47 વર્ષના આધેડ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામા પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર આધેડને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જાણ થતાં વડિયા પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં વિપુલભાઇ બે ભાઇ એક બહેનમાં મોટા છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વિપુલભાઇ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. વિપુલભાઇએ ત્રણ ટ્રકની લોન લીધી હતી. લોન લીધા બાદ ધંધો નહીં ચાલતા ટ્રકના હપ્તા ચડી ગયા હતા. આર્થિકભીસમાં સપડાયેલા વિપુલભાઇએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે વડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.