રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકની કામગીરીને કારણે લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પર કેટલીક ટ્રેનોના સ્ટોપેજ 10 ફેબ્રુઆરી સુધી અસ્થાયી રૂૂપે રદ્દ રાજકોટ ડિવિઝનના લાખાબાવળ પીપળીકાના લુસ સેક્શનમાં ચાલી રહેલી ડબલ ટ્રેકની કામગીરીના કારણે તાત્કાલિક અસરથી 10 ફેબ્રુઆરી, 2026 સુધી કેટલીક ટ્રેનોના લાખાબાવળ અને પીપળી સ્ટેશનો પરના નિર્ધારિત સ્ટોપેજ અસ્થાયી રૂૂપે રદ્દ કરવામાં આવ્યા છે.
લાખાબાવળ સ્ટેશન પર ટ્રેન સંખ્યા 19209/19210 ભાવનગરઓખાભાવનગર એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 10.02.2026 સુધી લાખાબાવળ સ્ટેશન પર સ્ટોપેજ અસ્થાયી રૂૂપે રદ્દ રહેશે. ટ્રેન સંખ્યા 59552/59551 ઓખા રાજકોટ ઓખા લોકલ: તાત્કાલિક અસરથી 10.02.2026 સુધી લાખાબાવળ સ્ટેશન પર સ્ટોપેજ અસ્થાયી રૂૂપે રદ્દ રહેશે.
પીપળી સ્ટેશન પર ટ્રેન સંખ્યા 19210 ઓખાભાવનગર એક્સપ્રેસ: તાત્કાલિક અસરથી 10.02.2026 સુધી પીપળી સ્ટેશન પર સ્ટોપેજ અસ્થાયી રૂૂપે રદ્દ રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રેન સંખ્યા 19209 ભાવનગર ઓખા એક્સપ્રેસનું પીપળી સ્ટેશન પરનું સ્ટોપેજ 16 જાન્યુઆરી, 2026 થી પુન: સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સ્ટોપેજ રાબેતા મુજબ ચાલુ રહેશે. રેલ્વે પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત અસ્થાયી ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન અંગેના નવીનતમ અપડેટ્સ માટે મુસાફરોએ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લેવી જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.

