લીમડાલેન વિસ્તારમાં આવેલી કિસ્મત ફ્લોર મિલમાં તસ્કરોનો હાથફેરો

બારીના સળિયા વાળી અંદર પ્રવેશી 30,000ની રોકડ ઉઠાવી ગયા: પોલીસ ફરિયાદની તજવીજ જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી કિસ્મત ફ્લોર મિલમાં ગઈ મોડી રાત્રેથી આજે વહેલી સવાર…

બારીના સળિયા વાળી અંદર પ્રવેશી 30,000ની રોકડ ઉઠાવી ગયા: પોલીસ ફરિયાદની તજવીજ

જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી કિસ્મત ફ્લોર મિલમાં ગઈ મોડી રાત્રેથી આજે વહેલી સવાર સુધીમાં કોઈ તસ્કરો ત્રાટક્યા હતા, અને બારીની સળિયા વાળી ને અંદર પ્રવેશ મેળવી લઈ કિસ્મત અજમાવીને અંદરથી રોકડ રકમ ઉઠાવી ગયા હતા.જે મામલે પોલીસ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.જામનગરમાં લીમડાલેન વિસ્તારમાં આણદાબાવા આશ્રમની નજીક આવેલી કિસ્મત ફ્લોર મિલમાં ગઈ મોડી રાત્રી થી આજે વહેલી સવાર સુધીના સમયગાળા દરમિયાન તસ્કરો એ હાથ ફેરો કર્યો હતો, અને પોતાની કિસ્મત અજમાવી તેમાં સફળ થયા હતા.

તસ્કરોએ બારી ના સળિયા વાળી ને અંદર પ્રવેશ મેળવી લીધો હતો, અને ટેબલના ખાનામાં રાખેલી 30 હજારની રોકડ રકમ કે જે દુકાનમાં કામ કરતા ત્રણ કર્મચારીઓને પગારના સ્વરૂૂપે ચૂકવવાની હતી, અને તૈયાર રાખી હતી. જે રકમ તથા અન્ય પરચુરણ ઉઠાવી ગયા હતા.વહેલી સવારે ફ્લોર મિલ ને ખોલતી વખતે ઉપરોક્ત ચોરી થઈ હોવાનું ધ્યાનમાં આવતાં જે મામલે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવા તજવીજ કરાઈ છે. ઉપરાંત પોલીસ ટુકડી દ્વારા પણ સામેના ભાગમાં આવેલા આણદાબાવા આશ્રમની હોસ્પિટલ સહિતના સીસીટીવી કેમેરાઓની મદદથી તસ્કરો ને શોધવા માટેની કવાયત શરૂૂ કરાઇ છે.