મોરબી સીટ સીરામીક સીટી તરીકે જાણીતા ઉદ્યોગિક નગરી મોરબી નું નામ સીરામીક ઘડિયાળ સહિત ઉદ્યોગોને વિશ્વ ફલક પર હોય આજે મોરબી જીલ્લો આમ જોઈતો મોરબી સાથે ચાર સાંસદ ને પાંચ ધારાસભ્યથી સંકળાયેલ છે ને મોરબી જિલ્લામાં થી ચૂંટાઈને રાજ્યને કેન્દ્રમાં ચાર ધારાસભ્યો મંત્રી પદે બિરાજી ચુક્યા છે અને હાલમાં ધારાસભ્ય જે મોરબી માળીયા વિધાનસભા સીટ પર છે તે છેલ્લા ત્રણ દાયકા થી ચૂંટાય છેતે હાલ મંત્રી પદે બિરાજમાન થયા છે ત્યારે આજે મોરબી નું નામ ગમે તેટલું ઊંચું હોય ને આજે એક વર્ષથી તો મોરબીમાં મહાનગરપાલિકા સ્થાયી થઈ ગઈ છે છતાં પણ મોરબીમાં આજે સમસ્યાઓને પ્રજા પ્રશ્નોની કોઈ સીમા નથી પ્રજા ને આજે પૂરી રોડ રસ્તા ગટર પાણી લાઈટ સફાઈ સહિતની પ્રજાને પૂરી પ્રાથમિક સુવિધાથી મળતી નથી ત્યારે અન્ય લક્ઝરી સુવિધા ને સગવડો ની શું વાત કરવી? મોરબીની પરિસ્થિતિ જોતા વિકાસની દ્રષ્ટિએ આજેય મોરબી પછાત છે.
મોરબીના સ્થાનિક ચૂંટાયેલા નેતાઓ મંત્રીઓ ઘણા ખરા નેતાઓએ તેનો જેટ ગતિએ ઝડપી વિકાસ કર્યો એટલો મોરબીના વિકાસમાં રસ નથી લીધો એ આજે મોરબી શહેરને જિલ્લાની પરિસ્થિતિ બોલે છે મોરબીની પ્રજાનો નેતાઓ માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરતા હોય એવું પરિસ્થિતિથી જોઈ શકાય છે છેલ્લા ત્રણ દાયકાથી મોરબીની પ્રજાનો કે ઉદ્યોગકારોને સુવિધાઓ આપવામાં લાંબા ગાળાનો વિચાર કરી કામ નથી કર્યું.
નહીંતર આજે આ પરિસ્થિતિ ન હોય મોરબી ચૂંટાયેલા નેતાઓને ઇશારે સ્થાનિક તંત્ર પણ નાચે છે પ્રજાના કામોમાં ધ્યાન નથી દેતા એ મોરબીની મોટી કમનસીબી કહેવાય જ્યાં ચૂંટાયેલા નેતાઓ સ્થાનિક વહીવટી તંત્ર પોલીસ એકસાથે રહી પ્રજા હિતમાં કામ કરે ને નિર્ણય લે તો જ શહેરનો વિકાસને કાયાપલટ થાય પ્રજાના વિકાસના કામો હોય રોડ રસ્તા ગટર પાણી સહિતના કામો સરકાર ટેન્ડરના નીતિ નિયમોનો ઉલારીયો કરી આડેધડ આયોજન વગર કોન્ટ્રાક્ટરો સાથે સ્થાનિક તંત્રની મિલીભગતથી કામો થાય છે એટલે કામો પણ નબળા થાય છે જેના માર સહન કરવાનું પ્રજાને આવે છે મોરબીમાં રસ્તાઓને અને પ્રજા ના સુવિધા ના કામો હોય તો તેમાં કોન્ટ્રાક્ટરો પાસે તંત્ર ટકાવારી ઉંચી માંગતા હોવાના આક્ષેપો થાય છે એટલે ઘણા કોન્ટ્રાક્ટરો મોરબીમાં કામ નથી રાખતા. આવા ઘણા કામો સાથે રસ્તાઓના હોય સિટી બસો ના હોય ઓવરબ્રિજના કામ હોય જે આજે લટકી રહ્યા છે.
હવે વાત કરીએ તો મોરબીના ટ્રાફિક પ્રશ્નની કે છેલ્લા ત્રણ દાયકાથી પ્રજાનો સિરદર્દ સમાન પ્રશ્નો છે જેમાં શહેરના ટ્રાફિક કે હાઇવે નો ટ્રાફિકમાં અનેક મુદ્દા કારણભૂત બન્યા છે જેમા અગાઉની વાત કરીએ તો ત્રણ દાયકા પૂર્વે શહેરની વસ્તી ઓછી હતી વિસ્તારો ઓછા હતા અને ઉદ્યોગો પણ ઓછા વિકાસ પામ્યા હતા. છેલ્લા બે દાયકાથી સિરામિક ઉદ્યોગ વધુ વિકાસ પામ્યો છે હાલ શહેરની વસ્તી વધી વિસ્તારો વધ્યા છે અને મોરબીમાં નાના મોટા 4000 થી વધુ ઉદ્યોગો છે હાલ મોરબીમાં સિરામિક ટાઇલ્સ પ્લાસ્ટિક ઘડિયાળ મીઠા ઉદ્યોગ કોલસો લઘુ ઉદ્યોગોમાં માલની હેરાફેરી નિકાસ થાય છે તો ઉદ્યોગને દૃષ્ટિએ વાહનોની હેરફેર મોરબી શહેર જિલ્લામાં વધુ રહે પણ આ સાથે બજારોમાં નવા ફોરવીલ ટુવિલરો મોટરસાયકલ એટલા નવા બજારમાં આવે છે પણ પ્રશ્નો એ છે આજે મોરબીમાં આટલો લોકો કે ઉદ્યોગોનો વાહનોનો વિકાસ થયો પણ તેને ચલાવવામાં કે ચલાવવામાં સારા રસ્તાઓ વાહન પાર્કિંગ પહોળા રસ્તા ઓવરબ્રિજો આવી.
સુવિધાને સગવડો વધી નથી એટલે ટ્રાફિક પ્રશ્નો તો યથાવત રહેવાના છે 2013 થી મોરબી તાલુકામાંથી મોરબી જિલ્લામાં ફેરવાઈ ગયો છે છતાં મોરબી જિલ્લામાં પૂરી તાલુકાને આજના વિકાસ થયેલા ગામડા જેવી પણ સુવિધા ને સગવડો નથી એટલે પ્રશ્નો તો પ્રજાના યથાવત રહેવાના છે મોરબી શહેરની ટ્રાફિક પ્રશ્નની વાત કરીએ તો એક તો મોરબી શહેરના મુખ્ય બજારોના રસ્તાઓ ટૂંકા છે મોરબી શહેરના બંને એસટી ડેપો શહેરની મધ્યમાં આવેલા છે એટલે બસોની અવરજવર શહેરના ટ્રાફિક વચ્ચેથી થાય બીજી શહેરના તૂટેલા રસ્તાઓ પણ ટ્રાફિક સમસ્યામાં કારણભૂત બને છે બીજી રસ્તાના કામોના કોઈ આયોજન વગર મન ફાવે તેમ કોઈ ટ્રાફિક પોલીસ સાથે બેઠક કરી રસ્તાઓના કામોથી શહેરમાં ટ્રાફિકમાં કોઈને અગવડ નહીં પળે એ જોવાનું નથી કામો ચાલુ કરી દેવાય છે.

