ગુજરાત
ગોંડલ નજીક રોંગ સાઈડમાં વાહન ચલાવતા વીરપુરથી ગોમટા સુધી ટ્રાફિકજામ
બે કલાક સુધી ચક્કાજામ થતા વાહનચાલકો હેરાન થયા
રાજકોટ જેતપુર નેશનલ હાઇવે સિક્સ લેનની કામગીરીને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાવા પામી છે. લાભ પાંચમ ને લઈને પ્રવાસીઓ પર્યટન સ્થળ પરથી પોતાના વતન તરફ વળ્યાં છે ત્યારે વિરપુર થી લઈને ગોમટા ચોકડી સુધી 4 કિલોમીટર સુધી નો ટ્રાફિક જામ સર્જાયો છે.ગત સાંજે સતત બે કલાક સુધી ટ્રાફિક જામ થતા મુસાફરો અને ખાસ કરીને મહીલાઓ પરેશાન બની હતી. વાહનચાલકોમાં પણ ધિરજ ખુટી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા વાહનચાલકો પોતાના વાહનો લઈને રોંગ સાઈડ માં ચલાવવા લાગ્યા હતા.
ટ્રાફિક જામ નાં પગલે જીલ્લા ટ્રાફિક પોલીસ, વિરપુર તથા ગોંડલ પોલીસ હાઇવે પર દોડી જઇ ટ્રાફિક ક્લિયર કરાવવા પ્રયત્ન હાથ ધર્યા હતા. રાજકોટ જેતપુર નેશનલ હાઇવે પર સિક્સલેનની કામગીરીને લઈને જે હાઇવે પરની ગામડા ની ચોકડીઓ પર ઓવરબ્રિજ બની રહ્યા છે તેને કારણે હાઇવે કોન્ટ્રાક્ટ દ્વારા રોડ સાકડા કરી દેવામાં આવ્યા છે.જેના કારણે ટ્રાફિક થી ધમધમતા આ નેશનલ હાઇવે પર રોજીંદા કલાકો સુધી ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાઇ રહીછે. સિક્સ લેન ને કારણે અણધણ રીતે ડાયવર્ઝન કઢાયા હોય અકસ્માત ની ઘટનાઓ પણ વારંવાર બની રહીછે.હાઇવે ઓથોરિટ આ અંગે ગંભીરતા દાખવે એ જરુરી બન્યું છે.