Site icon Gujarat Mirror

નવા રિંગ રોડ ઉપર ગોંડલ રોડથી ભાવનગર હાઈ-વે વચ્ચે ચાર માસ ટ્રાફિક ડાયવર્ટ કરાયો

રોડ ફોર લેન બનાવવા માટે ભારે અને હળવા વાહનો માટે અલગ અલગ ડાયવર્ઝન

રાજકોટની ભાગોળે ભારે વાહનોના ટ્રાફીક વાળા રિંગ રોડ-2નાં રિસરફેસિંગ અને ફોર લેનનું કામ ચાલુ હોવાથી ગોંડલ રોડથી ભાવનગર હાઈવે વચ્ચેના રિંગ રોડ-2 ઉપર ચાર માસ માટે વાહનોની અવરજવર બંધ રાખવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ડાયવર્ઝન જાહેર કરાયા છે.

ભારે વાહનો માટે ગોંડલ રોડથી અમદાવાદ હાઈલે પર જવા માટે રિંગ રોડ-2 ઉપર આજી ડેમ ચોકથી કાળીપાટ થઈ ને ડાયવર્ઝન કઢાયો છે. જ્યારે અમદાવાદ હાઈ-વેથી ગોંડલ હાઈવે કોરાટ ચોક જવા માટે રિંગ રોડ-2 ઉપર ભાવનગર રોડ આજી ડેમ ચોકથી કાળીપાટ ચોક થઈને જઈ શકાશે. ભારે વાહનો માટે આ જાહેરનામું આજથી તા.5 જૂન 2026 સુધી અમલી રહેશે.

હળવા વાહનો માટે
જ્યારે આ જ રૂટ ઉપર હળવા વાહનો માટે પણ અલગ અલગ સમય માટે ચાર ડાયવર્ઝન જાહેર કરાયા છે. તા.19 ફેબ્રુઆરી સુધી કોરાટ ચોકથી કોઠારીયા ચોકડીએ થઈ આવ-જા કરી શકાશે.
જ્યારે તા.19 ફેબ્રુઆરીથી તા.8 માર્ચ સુધી કોઠારીયા ચોકથી લાપસરી ચોક, તા.8 માર્ચથી તા.20 માર્ચ સુધી લાપાસરીથી વડાળી ચોકડી અને તા.20 માર્ચથી તા.25 માર્ચ સુધી વડાળીથી કાળીપાટ ચોકડી સુધીના ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે.

Exit mobile version