મોરબી રેલવે સ્ટેશન સી.સી.રોડની ધીમી કામગીરીથી વેપારીઓ ત્રસ્ત

મોરબી રેલવે સ્ટેશન રોડ પર સુપર ટોકીઝ થઈ નુતન સ્ટુડિયો ના સીસી રોડ નુ ડ્રેનેજ લાઇનનું કુંડી બનાવા નું સ્ટ્રોંમ વોટરનુંને હાલ રોડ બની ગયા…

મોરબી રેલવે સ્ટેશન રોડ પર સુપર ટોકીઝ થઈ નુતન સ્ટુડિયો ના સીસી રોડ નુ ડ્રેનેજ લાઇનનું કુંડી બનાવા નું સ્ટ્રોંમ વોટરનુંને હાલ રોડ બની ગયા પછી ફુટપાથ બનાવાનું આ બધા કામો અલગ અલગ કામના કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા એક વર્ષથી આડેધડ રગળધગળ ચાલે છે.

આ પ્રજા ના વિકાસના કામમાં મોરબી મહાનગર પાલિકાના કમિશનરો એન્જીનીયરની કોઈપણ જાતની દેખરેખ વગર આડેધડ ચાલતા હોવાથી આ રોડ ના વેપારીઓ આ વોર્ડ નંબર 7 લતાવાસીયો કંટાળી ગયા છે.
છેલ્લા આશરે 25 દિવસ થી સી સી રોડ બની ગયો છે પણ રોડ ખોલવા ની મર્યાદા 28 દિવસ ની હોય જે ટુંક મા પુરી થાઈ છે છતા રોડ ખોલવાના કોઈ ઠેકાણા નથી. એકતો મંદીના માહોલમાં ધંધામાં નવરા ધુપ બેઠેલા વેપારીઓ રોડ ક્યારે ખુલશે રાહ જોઈ રહીયા છે.

કોન્ટ્રાક્ટર ધડીક કહે છે 15,એ ખુલશે 20, એ ખુલશે 22, એ ખુલશે રોડ ખોલવામા તારીખ પે તારીખ આપી રહીયા છે વેપારીઓ ની ચીંતા વધી રહી છે. આ રેલ્વે સ્ટેશન રોડનું સીસી રોડ ના કામ નુ ખાતમુહૂર્ત મોરબી મહાનગર પાલિકા ના કમિશનર સ્વપ્નદિપ ખરે, રાજ્ય ના મંત્રી ધારાસભ્ય કાંતિભાઇ અમૃતીયા, હસ્તે ગત મે 2025માં થયુ હતુ છતા એક વર્ષ થી સીસી રોડ ના કામ પુરું નથી થયુ ને હજુ તો એક વર્ષમા સુપર ટોકીઝથી સુરજબાગ સુધી પોણા ભાગ નો જ સીસી રોડને ડ્રેનેજ નું કામ થયુ છે.