Site icon Gujarat Mirror

ભૂતખાના ચોકથી કોર્પોરેશન સુધી ઉભરાતી ગટરોથી વેપારીઓ-મુસાફરો ત્રાહિમામ

ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, કિશનભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ વાગડિયાની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા વોર્ડ નંબર 7 ના ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટ પર પાછળ કનક રોડ પરના ગેટ પાસેથી ત્રીજા માળેથી પાણીના ધોધ છેલ્લા આઠેક દિવસથી વછૂટે છે મેલુ અને ગંદુ પાણી મુસાફરોની માથે પડે છે અને વરસાદ આવતો હોય તે પ્રકારે ધોધમાર ઉપરના માળેથી પાણીના ભૂંગળાઓમાંથી પાણી પડતું હોવાને પગલે તીવ્ર દુર્ગંધ અને વાસ આવતી હોય વેપારીઓ અને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે.

તદુપરાંત ભૂતખાના ચોકથી રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ સુધી રાજકોટ મહાનગર પાલિકાના કમિશનરની બગલ સુધી ગટરો ઉભરાતી હોય ગંદા પાણીની રેલમછેલ થઈ રહી છે આ અંગે આજે સ્થળ ગજેન્દ્રસિંહ ઝાલા રૂૂબરૂૂ દોડી જઈ તપાસ કરતા પાણી કનક રોડ પર ભુતખાના ચોક થી લઈને ફાયર બ્રિગેડ સુધી અવિરત પણે પ્રવાહ ચાલુ હતો પાણી ના ખાબોચિયા ભરાયા હતા જે પગલે રાજકોટ મહાનગરપાલિકાના સીટી ઇજનેર કે. કે. રાવલ અને ડેપ્યુટી એન્જિનિયર જીગ્નેશભાઈ સોલંકીને ફોટા સાથે ફરિયાદ કરી પાણી છોડનારા આસામીઓ સામે નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરી તાત્કાલિક પાણી બંધ કરાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

Exit mobile version