શહેરના હરિહર સોસાયટીમાં રહેતા અને સ્પોટ્સના સાધનો વેચતા વેપારીને આરટીઓના ચલણની એપીકે ફાઈલ ડાઉનલોડ કર્યા બાદ વેપારીના ખાતા માંથી રૂૂ.10.87 લાખ ઉપડી જતા આ મામલે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો મુજબ મારૂૂ સ્વામી નારાયણ મંદીર સામે અક્ષર માર્ગ ઉપર હરીહરી સો.સા. શેરીનં 01માં રહેતા અને હાઉઝટ સ્પોર્ટ કોર્નર નામની દુકાન ચલાવતા સંદીપભાઇ પ્રવીણચંદ્ર ગાંધી (ઉવ. 62)ની ફરિયાદને આધારે સાયબર ક્રાઈમ પોલીસમાં ગુનો નોંધાયો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ રજપુત પરા મેઇન રોડ ઉપર હાઉઝટ સ્પોર્ટ કોર્નર નામની દુકાન સંભાળતા સંદીપભાઈને વોટસેપ નંબર પર અજાણ્યા +919106 302232 વોટસએપ નંબર પરથી મને એક RTO TRAFFIC CHALLAN નામની ફાઇલ આવેલ હતી અને પોતના વાહનના આર.ટી.ઓ.ચલણ આવેલ છે કે નહી તે જોવા માટે આ ફાઇલ ઓપન કરી ડાઉનલોડ કરી ફાઇલ ખોલતા જેમા ફોન હેંગ થઇ ગયેલ અને ફોન હેક થયેલ જણાતા સંદીપભાઈ ફાઇલ ની બહાર નિકળી ગયા. ત્યાર બાદ ગઈ તા-06/01/2026 ના રોજ તેમના એચડીએફસી બેંકના ખાતા માથી માંથી રૂૂ. 99,990 તથા રૂૂ. 50,000 તેમજ બેંકના સીસી એકાઉન્ટ માંથી રૂૂ. 4,40,000 તથા રૂૂ. 4,98,000 એમ કુલ રૂૂપીયા 10,87,790 ના ટ્રાન્ઝેકશન થયા હતા.
બેંક મેનેજરે તેમને સાયબર ક્રાઈમ બનાવ બનેલ હોય તેવુ જણાવેલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો કોન્ટેક કરવા કહેલ. જેથી સંદીપભાઈએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આવી 1930 સાયબર હેલ્પ લાઇન નંબર પર કોલ કરી અરજી કરેલ હતી.
વ્હોઅપ યુઝર +919106302232 વાળાએ વેપારીના વોટસેપ મોબાઈલ નંબર ઉપર છઝઘ ઝછઅઋઋઈંઈ ઈઇંઅકકઅગ ના નામવાળી ફાઈલ મોકલી જે તે ફાઇલ ઇન્સ્ટોલ કરતાં મોબાઇલમાં બીન-અધિકૃત એક્સેસ મેળવી અને બેન્ક એકાઉન્ટ સબંધીત વિગતો મેળવી મારી ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન કુલ રૂૂપીયા 10,87,990 ટ્રાન્સફર કરી આર્થીક નુકશાન પહોંચાડી છેતરપીંડી કરી હોય જેથી સંદીપભાઈએ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમની ટીમે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.

