જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનારા વિક્રેતાઓ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, અને પ્રતિબંધિત ચાઈનીઝ દોરાનું વેચાણ કરનારા વેપારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે.
દરમિયાન જામનગરમાં નૂરી ચોકડી વિસ્તારના પતંગ અને દોરાનો વેપાર કરી રહેલા એક વેપારી દ્વારા પતંગ અને દોરાના વેચાણની સાથે સાથે ચાઈનીઝ દોરાનું વેચાણ પણ થતું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જામનગરના વેપારી તૈફિક અબ્દુલભાઈ સંધીના કબજામાંથી પોલીસ તપાસ દરમિયાન પ્રતિબંધિત ચાઈનીઝ દોરા વાળી 14 નંગ ફીરકી મળી આવતાં કબજે કરી લેવામાં આવી છે, અને તેની સામે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
