ભોમેશ્ર્વર પ્લોટમાં વોંકળામાં ટ્રેકટર ખાબકયુ

શહેરના જામનગર રોડ પર સાંઢીયા પુલનું કામ ચાલુ હોવાથી ભોમેશ્ર્વર ફાટક તરફ જતા રસ્તેથી વાહન વ્યવહાર પસાર થાય છે ત્યારે આ રસ્તા પર ભોમેશ્ર્વર પ્લોટમાં…

શહેરના જામનગર રોડ પર સાંઢીયા પુલનું કામ ચાલુ હોવાથી ભોમેશ્ર્વર ફાટક તરફ જતા રસ્તેથી વાહન વ્યવહાર પસાર થાય છે ત્યારે આ રસ્તા પર ભોમેશ્ર્વર પ્લોટમાં વોકળા ઉપર આવેલો પુલ ખુલ્લો હોવાથી અગાઉ પતરા લગાડવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે ટ્રેકટર ચાલકે સ્ટીયરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ટ્રેકટર વોકળામાં ખાબકયું હતું. જો કે ચાલકનો આબાદ બચાવ થતા કોઇ જાનહાની થઇ ન હતી. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા.