વોર્ડ નં. 14માં વોર્ડ ઓફિસ ખાતે પહોંચી ફરિયાદોનો રિવ્યૂ લઈ વિસ્તારના લોકો પાસે ફરિયાદનું નિવારણ થાય છે કે કેમ તેનો અભિપ્રાય મેળવ્યો
રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તંત્ર દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવને ગંભીરતાથી લઇ રાજ્ય સરકાર દ્વારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ટી.આર.પી. અગ્નીકાંડ કેસની આજરોજ 15 આરોપીઓની સેસન્સ અદાલતમા કેસ કમીટ થયા બાદની આજે 11 મી મુદત હતી.
જેમા સરકાર પક્ષેના સ્પે. પી.પી., એડી. સ્પે. પી.પી. તથા ભોગ બનનારના એડવોકેટો ખુલતી અદાલતે હાજર રહેલ અને 467 દસ્તાવેજો સ્વરૂૂપી પુરાવો રજુ કરેલ જે દસ્તાવેજોમા એફ.આઈ.આર., પી.એમ.રીપોર્ટ, પંચનામાઓ, એફ.એસ.એલ. રીપોર્ટ, બેંકોના સ્ટેટમેન્ટ, ઓડીટ રીપોર્ટ, હસ્તાક્ષર નીષ્ણાંતના અભીપ્રાયો, કોર્પોરેશનની ફાઈલો, પી.જી.વી.સી.એલ.ની ફાઈલો, ફાયર વિભાગની ફાઈલો, મોબાઈલ કોલ ડીટેઈલો, ઈજા પામનારાઓના મેડીકલ સર્ટીફીકેટો વિગેરે દસ્તાવેજી પુરાવો નામદાર અદાલતમાં રજુ કરવામા આવેલ અને પ્રોસીકયુશન તરફે થી ડ્રાફટ ચાર્જ રજુ કરવામા આવેલ જે ડ્રાફટ ચાર્જ અન્વયે સુનવણી માટે મુદત હોય દરમીયાન ટી.પી.ઓ. સાગઠીયા, એ.ટી.પી.ઓ. મકવાણા અને જયદીપ ચૌધરીએ કેસ ચાર્જફેમ થાય તે પહેલા તહોમતમાથી બીન તહોમત (ડીસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરવામા આવતા ત્રણેય આરોપીઓ ઉપરાંત હજુ વધુ આરોપીઓ પણ પોતાની સામેનુ તહોમત પડકારી કેસ ચાર્જકેમ થાય તે પહેલા ડીસ્ચાર્જ અરજીઓ લાવી કેસ લંબાવવા કોશીષ કરે તેવી સંભાવના પણ નકારી શકાય તેમ નથી તેની સામે સરકાર તરફેથી કેસ ડે ટુ ડે ચલાવવા અરજી આપવામા આવેલ છે તેની તથા ડીસ્ચાર્જ અરજીઓ સબંધે આજરોજ અદાલતમા દલીલો થવાની સંભાવના રહેલ છે.
જે ધ્યાને લઇ કોર્ટે ડિસ્ચાર્જ અરજી કરવા માંગતા અન્ય આરોપીઓને 26 મી ડિસેમ્બર સુધીમાં અરજી કરવા મૌખિક આદેશ કરી 3જી માર્ચના રોજ સુનાવણી હાથ ધરવાની ટકોર કરી છે.આ કેસમાં સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પરીવાર વતી રાજકોટ બાર એશો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, અને એન.આર.જાડેજા રોકાયા હતા.

