સમાધાન બાદ ફરી સાસરિયામાં ગયેલી પરિણીતા પર અત્યાચાર, ચાર સામે ગુનો

જામનગર તાલુકાના વાગડિયા ગામમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે વર્ષોથી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતાં પંચ એ ડિવિઝન…

જામનગર તાલુકાના વાગડિયા ગામમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદ સામે વર્ષોથી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતાં પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

પોલીસ ફરિયાદ મુજબ વાગડિયા ગામમાં રહેતી રૂૂકસારબેન સબીરભાઈ મુંદ્રાક (ઉ.વ. 27)એ ફરિયાદ નોંધાવી છે કે લગ્નજીવન દરમિયાન તેના પતિ આસીફ અસરફભાઈ ગબોલ, સસરા અસરફભાઈ હમીરભાઈ ગબોલ, સાસુ યાસમીનબેન અસરફભાઈ ગબોલ તથા નણંદ અમરીન રહીમભાઈ દ્વારા ઘરકામની નાની-નાની બાબતોમાં સતત હેરાનગતિ અને ત્રાસ આપવામાં આવતો હતો.

ફરિયાદમાં જણાવ્યા મુજબ પતિ દ્વારા અનેક વખત મારકૂટ કરવામાં આવતી હતી, જેના કારણે તેણી અનેક વખત રીસામણે પોતાના પિયર જતી રહી હતી. જોકે પરિવારજનોના સમાધાન બાદ ફરી સાસરીએ પરત ફરતી હતી. તેમ છતાં સાસરીયાઓનું વર્તન બદલાયું ન હોવાનું અને વારંવાર માનસિક તથા શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદીએ વધુમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષથી સતત ત્રાસના કારણે તે પોતાના પિયર રહેવા મજબૂર બની છે.

સાસરીયા પક્ષના તમામ સભ્યો દ્વારા ઘરકામના મુદ્દે અવારનવાર હેરાન-પરેશાન કરી માનસિક અને શારીરિક દુ:ખ પહોંચાડવામાં આવતું હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે. આ બનાવ અંગે પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પતિ આસીફ અસરફભાઈ ગબોલ, સસરા અસરફભાઈ હમીરભાઈ ગબોલ, સાસુ યાસમીનબેન ગબોલ તથા નણંદ અમરીન રહીમભાઈ સામે ભારતીય ન્યાય સંહિતા ની કલમ 85, 115(2) અને 54 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જામનગર જિલ્લામાં દારૂના ચાર ગુનાઓ નોંધાયા
જામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસે પ્રોહિબિશનના ગુનાઓ સામે કાર્યવાહી કરતા ચાર અલગ-અલગ ગુનાઓ નોંધ્યા છે. આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂૂની બોટલો, પાઉચ તથા વાહનો સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

સીટી-સી ડિવિઝનની સર્વેલન્સ સ્કોડે રોઝી પેટ્રોલ પંપ નજીક દરોડો પાડી એક યુવાનને જ્યુપીટર સ્કૂટરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂૂની 28 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂૂ અને વાહન સહિત અંદાજે 53 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં એક અન્ય આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. બીજી કાર્યવાહીમાં શંકરટેકરી નહેરુનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂૂની 18 બોટલ મળી આવી હતી. જોકે આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સીટી-એ ડિવિઝનની સર્વેલન્સ ટીમે મહાપ્રભુજીની બેઠક નજીકથી બે શખ્સોને જ્યુપીટર સ્કૂટરમાં વિદેશી દારૂૂના 48 પાઉચ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂૂ તથા સ્કૂટર સહિતનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત તુલસી ટ્રાવેલ્સ નજીક જાહેર રોડ પરથી એક વ્યક્તિને વિદેશી દારૂૂના પાઉચ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.