પાલિકા પંચાયતોની 9263 બેઠકો ઉપર સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી થશે મતદાન, 25537 ઉમેદવારોના ભાવિનું કાઉન્ટડાઉન શરૂ
રાજ્યના 4.40 કરોડ પૈકી 4.08 કરોડ મતદાતાઓ કરશે મતાધિકારનો ઉપયોગ, 6.50 લાખ પોલિંગ સ્ટાફ-સુરક્ષા જવાનો તૈનાત
આગામી ધારાસભાની ચૂંટણીના સેમિફાઈનલ સમાન પાલિકા-મહાપાલિકા-પંચાયતોની ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓનો થશે લિટ્મસ ટેસ્ટ
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગર પાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની 9263 બેઠકો ઉપર આવતીકાલે રવિવારે મતદાન થનાર છે અને રાજ્યના કુલ 4.08 કરોડથી વધુ મતદારો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિઓની લોકશાહી ઢબે પસંદગી કરનાર છે ત્યારે રાજકીય પક્ષોમાં ભારે ઉત્સાહ અને ઉચાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
લોકશાહીના આ મહામુલા પર્વ માટે વહીવટી તંત્ર પણ સંપૂર્ણ સજ્જ બન્યું છે અને રાજ્યના 48450 મતદાન મથકો ઉપર 4.50 લાખથી વધુ કર્મચારીઓ તેમજ 996 રિટર્નિંગ ઓફિસર, 1266 આસી.રિટર્નિંગ ઓફિસર તેમજ 59525 હોમગાર્ડ-જીઆરડી જવાન, 41383 વધારાના સુરક્ષા દળો, તેમજ 92583 પોલીસ જવાનોએ આજે બપોરથી જ પોઝીશન સંભાળી લીધી છે.
રાજ્યમાં કુલ 48450 મતદાન મથકો પૈકી 14275 સંવેદનશીલ અને 2196 અતિસંવેદનશીલ મથકો જાહેર કરાયા છે. જ્યાં વિ?શેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યમાં કુલ 6.50 લાખ જેટલા કર્મચારીઓ અને સુરક્ષા જવાનોને ચૂંટણી ફરજ સોંપવામાં આવી છે.
ગુજરાતમાં કુલ 4.40 કરોડ મતદારોમાંથી 4.08 કરોડ એટલે કે, 92.70 મતદારો આવતીકાલે મતદાન કરી શકશે. મતલબ કે, લોકસભા અને ધારાસભાની ચૂંટણી બાદ આ સૌથી મોટી ચૂંટણી છે અને આ ચૂંટણી ધારાસભાની આગામી ચૂંટણીના સેમિફાઈનલ સમાન ગણાવાય છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ શાંત થયા બાદ હવે આવતીકાલે રવિવાર, 26 એપ્રિલ 2026ના રોજ રાજ્યભરમાં મતદાન યોજાવાનું છે. આ વખતે લોકશાહીના આ મહાકુંભમાં મતદારો સવારે 7:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતગણતરી 28 એપ્રિલે થશે.
આ વર્ષે કુલ 9,263 બેઠકો માટે રસાકસી જામી છે, જેમાં 25,537 ઉમેદવારો મેદાનમાં છે. નોંધપાત્ર વાત એ છે કે મતદાન શરૂૂ થાય તે પહેલાં જ 736 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે.
આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતોની બેઠકો સામેલ છે. ચૂંટણી પંચે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધી છે. અમદાવાદ જેવા મોટા શહેરોમાં 16 સ્ટ્રોંગ રૂૂમમાંથી EVM મશીનોનું વિતરણ શરૂૂ થઈ ગયું છે. દરેક સ્ટ્રોંગ રૂૂમ અને મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. CCTV કેમેરા દ્વારા સતત મોનિટરિંગ થઈ રહ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ મજબૂત છે.
ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે મતદારો અને સ્ટાફ માટે ખાસ વ્યવસ્થા કરી છે. દરેક મતદાન મથકે પીવાનું પાણી, ઘછજ (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન), મેડિકલ કીટ અને જરૂૂરી સાહિત્યની વ્યવસ્થા કરવામાં આવી છે. વૃદ્ધો, મહિલાઓ અને વિકલાંગ મતદારો માટે પ્રાથમિકતા અને સહાયતા પણ ઉપલબ્ધ રહેશે. આ ચૂંટણીને લોકશાહીના સાચા મહાકુંભ તરીકે જોવામાં આવી રહી છે કારણ કે તેમાં સ્થાનિક સ્તરે વિકાસ અને સેવાઓના મુદ્દાઓ પર મતદારોનો અભિપ્રાય સીધો પ્રતિબિંબિત થશે. રાજ્યના લાખો મતદારો આવતીકાલે પોતાના મતદાન કેન્દ્રો પર પહોંચીને લોકશાહીને મજબૂત બનાવશે. મતદાનના દિવસે કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું અને શાંતિ જાળવવાની અપીલ પણ કરવામાં આવી છે. તમામ મતદારોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા વિનંતી છે.
લોકશાહીની કરૂણતા : 736 બેઠક બિનહરીફ થતા 15 લાખ મતદાતા મતાધિકારથી રહેશે વંચિત
ત્રણ નગરપાલિકા ઉના, કડી અને ગણદેવીમાં તો ચૂંટણી પહેલા જ ભાજપે જમાવી લીધો છે પગદંડો
‘લોકશાહી’, એટલે લોકો ઇચ્છિત શાસન. નગરથી માંડી દેશના વિકાસને કંડારવા માટે લોકશાહીના જ આધારસ્તંભને અખંડ રાખવા માટે ચૂંટણી થતી હોય છે પણ જ્યારે તંદુરસ્ત સ્પર્ધાનો છેદ જ ઉડાડી દેવામા આવે ત્યારે લોકશાહીનું ચિરહરણ થઇ જાય છે. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એકસાથે પંદર-પંદર લાખ નાગરિકોના મતાધિકાર ઉપર ‘બીનહરીફ રાજકારણ’ના દુષણે તરાપ મારી છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 11 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતમાં 736 બેઠક એવી છે અગાઉથી જ બીનહીરફના ગંદા રાજકારણના ખેલને અંજામ આપી દેવાયો છે. અલબત આ 736 બેઠક પર ચૂંટણી થવાની જ નથી અને આ બીનહરીફ બેઠક હેઠળના વિસ્તારમાં 15 લાખ મતદારો આ વખતે તેમને મળતા અધિકારથી વંચિત રહેવાના છે.
ચૂંટણી વ્યવસ્થા
– 4.09 કરોડ મતદારો
– 9263 બેઠકો (736 બિન હરીફ)
– 48450 મતદાન મથકો
– 25537 ઉમેદવારો
– 4.50 લાખ ચૂંટણી કર્મચારીઓ
– 996 રિટર્નિંગ ઓફિસરો
– 1266 આસિ.રિટર્નિંગ ઓફિસરો
– 92583 પોલીસ જવાનો
– 59525 હોમગાર્ડ-જીઆરડીજવાન
– 41383 વધારાના સુરક્ષા દળો
