ગુજરાત
આજે ચોથા નોરતે માતાજીના કુષ્માંડા સ્વરૂપની કરો પૂજા
માતાજીને કેળાનો પ્રસાદ ધરાવી દાન-દક્ષિણાથી મળે છે પુણ્ય
માતાજીનું ચોથુ સ્વરૂૂપ કુષ્માંડા માતાજીના ચોથા નોરતે ચોથા સ્વરૂૂપની પૂજા કુષ્માંડા સ્વરૂૂપની થાય છે . માતાજીએ બ્રહ્માંડની ઉત્પતી કરેલી .જયારે સૃષ્ટીનું અસ્તિત્વન હતું ત્યારે ચારેય બાજુએ અંધારૂૂ હતું ત્યારે માતાજીએ પોતાના મંદ હાસ્ય દ્વારા બ્રહ્માંડ ની રચના કરેલી આથી માતાજીનું નામ કુષ્માંડા પડેલું.
માતાજી આદિ સ્વરૂૂપા અને આદિ શકિતરૂૂપ છે . માતાજી નો નિવાસ સુર્ય મંડળની પાસે છે અને સુર્યલોક માં નિવાસ કરે છે .માતાજીનું સ્વરૂૂપ સુર્ય સમાન તેજવાળું છે અને શકિતરૂૂપ છે . માતાજીની તુલના માં કોઈ દેવી દેવતા આવતા નથી. બ્રહ્માંડના બધાજ પ્રાણીઓ,મનુષ્યો તેમની છાયા રૂૂપ છે. માતાજીને આઠ ભુજા એટલે કે, હાથ છે . આઠ હાથમાં બાણ ધનુશ,કમળ, કળશ અને ચક્ર છે અને આઠ માં હાથમાં સિધ્ધી છે.
માતાજીનું વાહન સિંહ છે. કુષ્માંડને બલી કહે છે. નવરાત્રીના ચોથા દિવસે માતાજીની ઉપાસના થાય છે. પવિત્ર મનથી ઉપાસના કરવી માતાજીની મંડળના અધિષ્ઠાત્રી તેના કારણે સ્ક્ધદમાતાની ઉપાસના કરવાથી શરીરમા તેજ આવે છે. ખાસ કરીને માતાજીની ઉપાસના એકાગ્રતાથી કરવી જોઈએ આથી ભવસાગર દુ:ખોમાંથી મુક્તિ મળે છે.
માતાજીનો મંત્ર : ઓમ હીં ક્રી સ્વામિન્યે નમ:
નૈવેદ્ય : માતાજીને કેળાનો પ્રસાદ ધરાવો તથા બ્રાહ્મણ ભોજન કરાવું દાન દક્ષિણા આપવી
ખાસ નોંધ :- પંચાંગના નિયમ પ્રમાણે નોરતા તિથિ પ્રમાણે ચાલે છે નહીં કે દિવસ પ્રમાણે ઘણીવાર નોરતામાં ક્ષય તિથિ હોય તો તે દિવસે એકી સાથે બે નોરતા હોય છે અને આ વર્ષે બે ત્રીજ તીથી હતી તેથી સોમવારે ચોથ તીથી છે આથી સોમવારે ચોથું નોરતું ગણાશે