Site icon Gujarat Mirror

દુખાવાથી કંટાળી યુવાને ગળાફાંસો ખાધો : માતાએ જીવ બચાવી લીધો

ભાવનગર રોડ પર પાંજરાપોળ પાસેનો બનાવ

શહેરના સામાકાંઠે ભાવનગર રોડ પર પાંજરાપોળ નજીક રહેતાં યુવાને શરીરના દુ:ખાવાથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેની માતા જોઈ જતાં જીવ બચાવી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જાણવા મળતી વિગત મુજબ, પાંજરાપોળ પાસે સંઘવી શેરી/6માં રહેતા ભાવેશ દીનેશભાઈ રાઠોડ (ઉ.35) નામના યુવાને આજે સવારે પોતાના ઘરે લાકડાની આડી સાથે ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. જો કે ઘરમાં હાજર તેનાં માતા અમરતબેન જોઈ જતાં તેણે પુત્રને બચાવી લીધો હતો અને બેભાન હાલતમાં ભાવેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર ભાવેશ બે ભાઈમાં નાનો અને ઈમીટેશનનું કામ કરે છે તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વધુ તપાસમાં તેને શરીરનો દુ:ખાવો હોય જેનાથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ અંગે બી-ડીવીઝન પોલીસે વધુ પાસ હાથ ધરી છે.

Exit mobile version