મવડી વિસ્તારમા રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવીલ હોસ્પિટલમા ખસેડાયો છે યુવાન ઝેરી ટીકડા ખાઇ સુભાષનગરમા પ્રેમીકાનાં ઘરે પહોંચતા તેને હોસ્પિટલમા ખસેડાયો છે. જાણવા મળતી વિગત મુજબ મવડીમા બાપા સીતારામ ચોક પાસે સોરઠીયા સોસાયટી શેરી નં ર મા રહેતા અમીત કાંતિભાઇ ઘીયાડ (ઉ.વ. 36) નામના યુવાને આજે સવારે પોતાનાં ઘરે ઘઉમા નાખવાનાં ટીકડા ખાઇ બાદમા કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે સુભાષનગરમા રહેતી પ્રેમીકાનાં ઘરે પહોંચ્યો હતો જયા પડી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામા આવ્યો છે પ્રાથમિક તપાસમા અમીત ડ્રાઇવીંગ કામ કરે છે. ગૃહ કલેશથી કંટાળી આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે .
મવડીમાં ગૃહકલેશથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ

oplus_2097184
