ભાવનગર જિલ્લાના તળાજા નજીક કોદિયા નું પાટિયું ફરી ભાવનગર થી બાઇક ની મહુવા ડિલિવરી દેવાજતા ત્રણ યુવાનોને નડેલા અકસ્માત ને લઈ રક્તરંજીત બન્યુંહતું.જેમાં ભાવનગર ના એક મુસ્લિમ યુવાનનું મોત નિપજેલ છે.ઇજાગ્રસ્ત બે પૈકીના એક ભાવનગર અને એક તળાજા ના પીઠલપુર ગામના રહેવાસી છે.બંનેને ભાવનગર રીફર કરવામાં આવ્યા છે.મૃતક યુવાન ના પરિવાર જનોને સાંત્વના આપવા મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામા આવીપહોંચ્યા હતા.
મળતી વિગતો મુજબ ભાવનગર સુઝુકી બાઇક કંપનીમા નોકરી કરતા ત્રણ યુવાનો અલ્ફાઝ ફિરોઝભાઈ રાંધનપુરા ઉ.વ.18,ઘુઘાભાઈ ઢાપા ઉ.વ.25 રે.પીઠલપુર તા.તળાજા, આકાશ ધીરુભાઈ વાળા ઉ.વ.24 રે ભાવનગર બાઇક લઈ મહુવા ડિલિવરી દેવા જતા હતા.સાંજ ના સમયે તળાજા થી આગળ પસ્વી નજીક અચાનક રોઝડું આવતા ત્રણેય યુવાનો ને ગંભીર ઇજાઓ પહોંચીહતી.જેમાં અલ્ફાઝ રંધનપુરા ને મૃત જાહેર કરેલ જ્યારે અન્ય બંને ને ભાવનગર રીફર કરવામાં આવ્યા હતા.
