સુરતમાં ત્રણ વર્ષની બાળા સાથે દુષ્કર્મ, માતાએ આરોપીને પકડી પોલીસને સોંપ્યો

સુરતમાં ફરી એકવાર માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતીય હેવાને માત્ર 3 વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો…

સુરતમાં ફરી એકવાર માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના સારોલી વિસ્તારમાં એક પરપ્રાંતીય હેવાને માત્ર 3 વર્ષની માસુમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી છે. બાળકી બાથરૂૂમ ગઈ હતી ત્યારે એકલતાનો લાભ ઉઠાવી નરાધમે તેની પાછળ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જોકે, સમયસર માતા પહોંચી જતાં નરાધમ રંગેહાથ ઝડપાઈ ગયો હતો. જેથી લોકોએ નરાધમને મેથીપાક પણ આપ્યો હતો. હાલ તો સારોલી પોલીસે આરોપી મોજબ્બીર મોહમ્મદ હસામુદીન વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાની વિગત મુજબ, સારોલી વિસ્તારમાં નેચરવેલી હોમ્સની પાછળ આવેલી ક્રિષ્ના પાર્ક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક શ્રમિક પરિવાર વસવાટ કરે છે. ગત રોજ બપોરના સમયે આ પરિવાર નીચે ખાતામાં કામમાં વ્યસ્ત હતો. આ દરમિયાન ત્રણ વર્ષની માસુમ બાળકી ઉપરના રૂૂમમાં એકલી હતી. બાળકીની માતા તેના પતિને નીચે ખાતામાં બોલાવવા માટે ગઈ હતી, બસ આ થોડી મિનિટોની એકલતાનો લાભ ઉઠાવી પાડોશમાં જ રહેતા નરાધમે માસુમ પર નજર બગાડી હતી.

માસુમ બાળકી જ્યારે બાથરૂૂમ કરવા માટે ગઈ, ત્યારે ત્યાં જ રહેતા બિહારના વતની મોજબ્બીર મોહમ્મદ હસામુદીન નામના યુવકે તક જોઈ અગાસી પર ચઢી ગયો હતો. નરાધમ બાળકીની પાછળ બાથરૂૂમમાં ઘુસી ગયો અને બાળકીના કપડાં કાઢી તેના ગુપ્ત ભાગો સાથે ગંભીર શારીરિક અડપલાં કરવાનું શરૂૂ કર્યું હતું. બાળકી કઈ સમજે તે પહેલાં જ હેવાને તેને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હતો.

સદનસીબે, બાળકીની માતા તુરંત ઉપર આવી પહોંચતા બાથરૂૂમમાં દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગઈ હતી. માતાએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને હવસખોર મોજબ્બીરને રંગેહાથ પકડી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ નરાધમને બરાબરનો મેથીપાક ચખાડી સારોલી પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.