જામનગરમાં કારમાં બિયર પીતા ત્રણ વિદ્યાર્થીઓ, બે વેપારી પકડાયા

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાહેરમાં એક કારની અંદર બિયર નો નશો કરીને મહેફીલ માણી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ અને બે વેપારી સહિત પાંચ…

જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાહેરમાં એક કારની અંદર બિયર નો નશો કરીને મહેફીલ માણી રહેલા ત્રણ વિદ્યાર્થીઓ અને બે વેપારી સહિત પાંચ શખ્સોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.

જામનગરના પંચકોષી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે કનસુમરા પાટીયા નજીક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં એક ખાલી પ્લોટ માં પાર્ક કરેલી કાર પાસે જઈ તેમા મહેફિલ ચાલી રહી હોવાને આધારે દરોડો પાડયો હતો.

જે દરોડા દરમિયાન એક કારની અંદર પાંચ શખ્સો મળી આવ્યા હતા, અને તેઓ તમામ બિયરનો નશો કરી રહેલા જોવા મળ્યા હતા. આથી પોલીસે બિયર ના ડબલા અને કાર તથા બાઈટિંગના પેકેટ વગેરે માલસામગ્રી કબજે કરી લીધી હતી, આ ઉપરાંત બિયરનો નશો કરી રહેલા જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા વેપારી અર્પિત અમિતભાઈ કાપડિયા, ઉપરાંત હાલાર હાઉસ પાસે રહેતા અને અભ્યાસ કરતા સુદીપ મદનમોહન પંડિત નામના વિદ્યાર્થી, ખોડીયાર કોલોની નજીક રાજનગરમાં રહેતા વેપારી હિતાર્થ કમલેશભાઈ ભટ્ટ, ઉપરાંત જામનગરમાં રહેતા અને અભ્યાસ કરતા પરિન અશોકભાઈ સંઘાણી, તેમજ જામનગરમાં વિરલબાગ પાસે એક એપાર્ટમેન્ટમાં રહેતા વિદ્યાર્થી આનંદભાઈ મહેતાની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તમામ સામે પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં દારૂૂબંધી ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.