જીલ્લામાં નશાકારક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા અને ’જઅઢ ગઘ ઝઘ ઉછઞૠજ’ મુહિમ અંતર્ગત પોલીસે લાલ આંખ કરી છે. ગ્રામ્ય એસ.ઓ.જી. શાખાએ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂૂ.48 હજારના 964 ગ્રામ ગાંજાના જથ્થા સાથે બે મહિલા સહીત ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.
મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ. પારગી સહિતનો સ્ટાફ ધોરાજી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન જામકંડોરણાથી ધોરાજી તરફ જતા રોડ પર આવેલા ’બંસીધર પેકેજીંગ’ નામના કારખાના પાસે એક સફેદ રંગની મારૂૂતી અર્ટીગા કાર શંકાસ્પદ હાલતમાં ઉભેલી જોવા મળી હતી. એસઓજીની ટીમે કારની તપાસ કરતા તેમાં એક પુરુષ અને બે મહિલાઓ બેઠેલા હતા. પોલીસે તેમની કડકાઇથી પૂછપરછ હાથ ધરતાં અને કારની તલાશી લેતાં પ્લાસ્ટિકની થેલીમાંથી 48,200ની કિંમતનો 964 ગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. એસ ઓજીએ મકસૂદ મોહમદ ગરાણા (રહે. ગુલજાર પાર્ક, બહારપુરા, ધોરાજી) , હવાબાઇ ઉર્ફે નજમા ઇકબાલભાઇ ગરાણા (રહે. લાલશાબાપુની દરગાહ સામે, ધોરાજી,) રૂૂમાના યુસુફભાઇ ગુદ્દા (રહે. ફુલારા બગીચા પાસે, ઉપલેટા)ની ધરપકડ કરી હતી.
પકડાયેલી મહિલા હવાબાઇ ઉર્ફે નજમા સામે અગાઉ 2023માં ધોરાજી સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ 12 મુજબ ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત, તપાસ દરમિયાન ગાંજો સપ્લાય કરવામાં બોટાદ જિલ્લાના ગઢડા (સ્વામી) ખાતે રહેતા સાજીદ ઉર્ફે ભીખો બોબલભાઇ તરકવાડીયા નામના શખ્સનું નામ ખુલ્યું છે, જેને પકડવા એસઓજીએ તપાસ શરૂૂ કરી છે. 48 હજારના ગાંજા સહીત કુલ 5.98 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના પી.આઈ એફ.એ. પારગી, પીએસઆઈ જી.જે. ઝાલા, પી.બી. મિશ્રા, એએસઆઇ. પરબતકુમાર શામળા, ફિરોજભાઇ બ્લોચ તથા સમગ્ર એસઓજી સ્ટાફ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
