મોરબી પંથકમાં અકસ્માતના બનાવોમાં યુવાન સહિત ત્રણના મોત

મોરબી તાલુકા પંથકમાં અકસ્માતના ત્રણ બનાવો નોંધાયા છે ત્રણ અકસ્માતના બનાવમાં યુવાન અને પૌઢ સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ…

મોરબી તાલુકા પંથકમાં અકસ્માતના ત્રણ બનાવો નોંધાયા છે ત્રણ અકસ્માતના બનાવમાં યુવાન અને પૌઢ સહીત ત્રણ વ્યક્તિના મોત મામલે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતના પ્રથમ બનાવમાં મોરબીના પીપળી શિવ પાર્ક સોસાયટીમાં રહેતા મોહનભાઈ મોતીભાઈ બોસીયાએ ટ્રક જીજે 36 વી 4360 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ મનસુખભાઈ મોતીભાઈ બાઈક જીજે 36 ડી 1681 લઈને નવા નાગડાવાસ ગામ નજીકથી જતા હતા ત્યારે પાછળથી ટ્રક ચાલકે ઠોકર મારી હતી જે અકસ્માતમાં ફરિયાદીના ભાઈ મનસુખભાઈને શરીરે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવી પોતાનું વાહન મૂકી નાસી ગયો હતી.

બીજા બનાવમાં મોરબી સો ઓરડીમાં રહેતા દિનેશભાઈ મુળજીભાઈ મુછ્ડીયાએ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ વિજયભાઈ મુળજીભાઈ મુછ્ડીયા પોતાની રીક્ષા જીજે 36 યુ 1952 લઈને લાલપર ગામ નજીકથી જતા હતા ત્યારે બંધ પડેલ આઈશર પાછળ રીક્ષા ઘુસી જતા રીક્ષા ચાલક વિજયને હોસ્પિટલ ખસેડાયો હતો સારવારમાં રીક્ષા ચાલક યુવાનનું મોત થયું હતું.

ત્રીજા બનાવમાં મોરબીના જોધપર નદી ગામના રહેવાસી સાગર રમેશભાઈ અજાણાએ ટ્રક જીજે 10 ટીવી 3812 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના પિતાજી રમેશભાઈ અજાણા (ઉ.વ.52) વાળા પોતાનું બાઈક જીજે 36 એમ 8717 લઈને જોધપર નદી ગામના ઝાપા પાસે જતા હતા ત્યારે ટ્રક ચાલકે હડફેટે લઈને માથા અને પગમાં ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માતના ત્રણેય બનાવો મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.