Site icon Gujarat Mirror

મોરબી જિલ્લામાં અકસ્માતની 3 ઘટનામાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિના મોત

રંગપર, લાલપર અને હળવદ હાઈવે પર અકસ્માત સર્જાયો

મોરબી જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમા ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા હતા. જેમાં મોરબીના રંગપર ગામની પંચાયત ઓફિસની બાજુમાં રહેતા મહિલાને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના રંગપર ગામની પંચાયત ઓફિસની બાજુમાં રહેતા રંજનબેન ગણેશભાઈ સાગઠીયા (ઉ.33) ને ગત તા. 11 ના રોજ પોતાના ઘરે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ મોરબી હાઈવે પર બેફીકરાઇથી પુરઝડપે આવી રહેલા ટ્રકે ચરાડવા પાસે મોટર સાયકલને હડફેટે લેતા મોટર સાયકલ ચાલક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઘટનાની વિગતો મુજબ ફરિયાદી ગુલાબસિંહ રામભા અસ્વારએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરિયાદીનો ભત્રીજો કુલદિપસિંહ ઉમેદસિંહ અસવાર મોટર સાયકલ લઈને જતો હોય દરમિયાન બેફિકરાઈથી પુરઝડપે આવતા ટ્રક નંબર-ઇંછ-38-અઇ-0478નાં ચાલકે બાઈકને હડફેટે લેતા માથા તથા શરીરમાં ગંભીર ઈજાઓ થવાના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક ઘટના સ્થળે જ મૂકી નાસી ગયો હતો. ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે ટ્રક ચાલકને પકડી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના લાલપર ગામ નજીક ચાલીને જતા આધેડને ટ્રકના ચાલકે હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના પંચાસર રોડ પર પ્રમુખ સ્વામી સોસાયટીમાં રહેતા રશિકભાઈ જીવાણી એ મોરબીના લાલપર ગામ નજીક શૈલેષ વે બ્રીજ લાલપર સામે ચાલીને જતા હોય દરમિયાન ટ્રક આર જે 32 જીપી 6937 ના ચાલકે કચડી જતા મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

Exit mobile version