ગોંડલમાંથી ઝડપાયેલ ગેરકાયદે પેટ્રોલિયમના જથ્થામાં ત્રણ સંચાલકોને 21.75 લાખનો દંડ

ગોંડલ શહેરના નેશનલ હાઇ-વે પર એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં તંત્રને સફળતા મળી હતી. પુરવઠા વિભાગ અને સ્થાનિક તંત્રની સંયુક્ત ટીમે એક આકસ્મિક દરોડા દરમિયાન…

ગોંડલ શહેરના નેશનલ હાઇ-વે પર એક મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં તંત્રને સફળતા મળી હતી. પુરવઠા વિભાગ અને સ્થાનિક તંત્રની સંયુક્ત ટીમે એક આકસ્મિક દરોડા દરમિયાન લાખો રૂૂપિયાની કિંમતનું જ્વલનશીલ પેટ્રોલિયમ ઝડપી પાડી, સંચાલકોને કલેક્ટરને 21.75 લાખનો દંડ ફટકાર્યો છે.

મળતી માહિતી અનુસાર, ગત તા. 27/04/2024 ના રોજ નાયબ નિયામક (પેટ્રોલિયમ), મદદનીશ નિયામક (ફેરણી) અને અન્ન અને નાગરીક પુરવઠા કચેરી, ગાંધીનગરની ટીમ તથા ગોંડલ શહેરના મામલતદારની ટીમ દ્વારા એક ખાસ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ ટીમ દ્વારા ગોંડલ શહેરના નેશનલ હાઇ-વે નં. 27 પર આવેલા ઉમવાડા ચોકડી પાસે, શિવ ગાઠીયા રથની પાછળ આવેલા એક યુનિટ પર જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો વેચાણ અને સંગ્રહ થતો હોવાનું બહાર આવતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. કોઈપણ પ્રકારના વેલિડ લાયસન્સ કે સુરક્ષાના સાધનો વગર મોટા પાયે આ પ્રવૃત્તિ ચાલતી હોવાથી તપાસમાં ગેરરીતિ જણાતા તંત્ર દ્વારા સ્થળ પરથી 29,000 લીટર જ્વલનશીલ પેટ્રોલિયમનો જથ્થો સીઝ (જપ્ત) કરી લેવામાં આવ્યો હતો.

આ મામલે તંત્ર દ્વારા ત્વરિત પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ અનઅધિકૃત જથ્થા અને ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 ની કલમ-6(એ) હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કેસની સુનાવણી જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ સમક્ષ ચાલી જતાં જપ્ત કરાયેલ કુલ 29,000 લીટર જથ્થાની કુલ કિંમતના 100 ટકા જેટલી રકમનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ સંચાલકોને કુલ રૂૂ. 21,75,000 (એકવીસ લાખ પંચોતેર હજાર) નો જંગી દંડ ભરવાનો આદેશ થયો છે. ઓમદેવસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા,રમેશભાઈ પ્રભાશંકર છેલાવાળા નિલેશભાઈ ભીમજીભાઈ સોજીત્રા સહિતનો સમાવેશ થઈ છે.