Site icon Gujarat Mirror

હનીટ્રેપ કરી પૈસા પડાવતી ટોળકીએ રૂા.36 લાખ પડાવ્યાની વધુ ત્રણ ફરિયાદ

ભાવનગરના શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી રાજકોટ મળવા બોલાવી 12 લાખ પડાવનાર પૂર્વ શિક્ષીકા સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ક્રાઈમ બ્રાંચે શિક્ષીકા અને તેમની સહેલી અને પડધરીના શખ્સની ધરપકડ કરી હતી. આ મામલે પુછપરછમાં આ ટોળકીએ પડધરીનાં બાંઘી ગામના ખેડૂત અને નારણકાના ભુવાને પણ શિશામાં ઉતારી રૂા.36 લાખ પડાવ્યા હોવાનું સામે આવતાં આ મામલે વધુ બે ફરિયાદ પડધરી પોલીસમાં નોંધાઈ છે.

મળતી વિગત મુજબ, પડધરીના બાઘી ગામે રહેતા અને ખેતી કામ કરતાં 46 વર્ષિય ખોડીદાસભાઈ છોટુભાઈ જાદવ અને નારણકા ગામના લાલજીભાઈ હિરાણભાઈ રાજમાળા નામના ભુવાને શિકાર બનાવ્યા હતાં. આ મામલે પાયલ ભાવીનભાઈ પટેલ અને નારણકા ગામના નિલેશ જુંજા ભરવાડ સામે ગુનો નોંધાયો છે.

ખોડીદાસભાઈએ ફરિયાદમાં જણાવ્યું કે, પાયલ અને નિલેશે પૂર્વ આયોજીત કાવતરું રચી નિલેશે દવાખાનું અને મેડીકલ ચાલુ કરવા રૂપિયાની જરૂર હોવાનું કહી પાયલ સાથે ઓળખાણ કરાવી પાયલે મીઠી મીઠી વાતોમાં ખોડીદાસભાઈને ભોળવી હનીટ્રેપમાં ફસાવી 30 લાખ રૂપિયા પડાવ્યા હતાં. જેમાં 10 લાખનું નોટરી રાઈઝ લખાણ તથા 15 લાખ રોકડા તેના દીકરા અને મિત્ર મારફતે ટ્રાન્સફર કરાવી 30 લાખ પડાવ્યા હતાં અને વધુ રૂપિયા માંગ્યા હતાં અને રૂપિયા ન આપે તો બન્ને વચ્ચે થયેલી વાતચીતનું કોલ રેકોર્ડિંગ અને બધા વચ્ચે બદનામ કરી દુષ્કર્મની ખોટી ફરિયાદ કરવા ધમકી આપી હતી.

બીજી ફરિયાદમાં પાયલ સાથે સુરતના કમલેશ પ્રવિણ મહેતાનું નામ આપવામાં આવ્યું છે. લાલજીભાઈ રોજમાળાને ફોન કીર પાયલે ‘તમે માતાજીના ભુવા છો, અને અમારે માનતા કરવા આવું છે’ તેમ કહી લાલજીભાઈના ઘરે આવી તેમને હનીટ્રેપમાં ફસાવી અલગ અલગ ઓનલાઈન જીપે મારફતે 17 વખત અલગ અલગ ટ્રાન્જેકશન અને આરટીજીએસ મારફતે 7.75 લાખ પડાવી તેમાંથી 1.05 લાખ પરત આપી આ ઉપરાંત લાલજીભાઈના મિત્ર રમેશ વાલજીભાઈ બેડીયા પાસેથી રૂા.અઢી લાખ પડાવ્યા હતાં. આમ બન્ને પાસેથી રૂા.6.69 લાખ પડાવ્યા હતાં અને હજુ વધુ રૂપિયા માંગ્યા હતાં અને ન આપે તો ઓડીઓ રેર્ડિંગ વાયરલ કરવા અને દુષ્કર્મની ફરિયાદ કરવા ધમકી આપી હતી. આ મામલે રાજકોટ પોલીસે તપાસ કર્યા બાદ પડધરી પોલીસને જાણ કરતાં આ ટોળખી વિરૂધ્ધ વધુ ત્રણ ફરિયાદ નોંધાઈ છે.

Exit mobile version