Site icon Gujarat Mirror

દારૂના નશામાં જીન્નાત કાઢવાનુ કહી ધુણતા કહેવાતા ભુવાને ત્રણ શખ્સોએ ઢીબી નાખ્યો

oplus_2097184

શહેરના માધાપર ચોકડી પાસે દારૂના નશામાં જીન્નાત કાઢવાનુ કહી ધુણતા કહેવાતા ભૂવાને અજાણયા ત્રણ શખ્સોએ ધોકા વડે મારમારી ઢીબી નાખતા તેને સારવા માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે નશાની હાલતમા તેણે સિવિલ હોસ્ટિપલનો વોર્ડ પણ માથે લીધો હોય તેમ ધમાચકડી મચાવી હતી.
જાણવા મળતી વિગત મુજબ 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે રહેતો શૈલેષ દિલીપભાઇ સોલંકી (ઉ.વ.36) આજે સવારે 9 વાગ્યે માધાપર ચોકડી પાસે પેટ્રોલપંપની સામે હતો ત્યારે અજણાયા ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે મારમારતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આ

વ્યો હતો. પ્રાથમિક તપાસમાં શૈલેષ રિક્ષા ચાલક છે. અને પોતે મેલડીમાનો ભુવો હોવાનુ જણાવતો હતો.
તેના મિત્રએ કહેલુ કે, મારી બહેનને જીન્નત આવે છે. જેથી કહેવાતો ભુવો શૈલેષ માધાપર ચોકડી પાસે લીબડા નજીક જીન્નાત કાઢવાનુ કહી દારૂના નશામાં ધુણતો હોય જેથી અજાણયા શખ્સોએ આવી ધોકા વડે મારમાર્યો હતો. તેને સિવિલમાં લાવવામાં આવ્યો ત્યારે પણ તે નશાની હાલતમાં હોય વોર્ડમાં ડિંગલ ચાલુ કર્યા હતા. સ્ટાફ દ્વારા તેના બંને પગ પલગ સાથે બાંધી દેવામાં આવ્યા હોવા છતાં બકવાસ કરી વોર્ડ માથે લીધો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિ. પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version