કોમ્બિંગ નાઇટ દરમિયાન ત્રણ દારૂના દરોડા : 2.30 લાખનો દારૂ – બિયર કબજે

ડીજીપી વિકાસ સહાય દ્વારા રાખવામા આવેલી કોમ્બીંગ નાઇટ અંતર્ગત શહેરની અલગ અલગ પોલીસની ટીમોએ દરોડા પાડયા હતા . એલસીબી 1 અને ર ની ટીમે 3…

ડીજીપી વિકાસ સહાય દ્વારા રાખવામા આવેલી કોમ્બીંગ નાઇટ અંતર્ગત શહેરની અલગ અલગ પોલીસની ટીમોએ દરોડા પાડયા હતા . એલસીબી 1 અને ર ની ટીમે 3 દરોડા પાડી 2.30 લાખનો દારુ – બીયરનો જથ્થો જપ્ત કર્યો હતો અને નામચીન શખસ સહીત 3 ને ઝડપી લીધા હતા.

વધુ વિગત મુજબ એલસીબી ઝોન 1 ની ટીમનાં પીએસઆઇ બી. વી. ચુડાસમા , એએસઆઇ અમૃતગીરી ગોસ્વામી, રવીરાજભાઇ પટગીર , હીતેન્દ્રસિંહ ઝાલા અને હીતેશભાઇ પરમાર સહીતનાં સ્ટાફે બાતમીનાં આધારે કુવાડવા રોડ સોખડા ચોકડી પાસે પટેલ વિહાર રેેસ્ટોરન્ટની સામે બોમ્બે સુપર કોર્મશીયલ ઝોન 18 નાં છેડે એક કાર રેઢી પડી હોવાની જાણ થતા ત્યા તપાસ કરતા કારમાથી 19ર નંગ બીયર અને રર8 બોટલ દારુ સહીત રૂ. 6 લાખ 9 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ આ દારૂનો જથ્થો કોણ લઇને આવ્યુ તે જાણવા માટે ગાડી નંબરનાં આધારે ચાલકનો સંપર્ક કરવામા આવ્યો છે. જયારે બીજા દરોડામા એલસીબી ઝોન 1 ની ટીમનાં જગદીશસિંહ પરમાર અને હીતેશભાઇ પરમાર સહીતનાં સ્ટાફે કોઠારીયા રોડ દેવપરા મેઇન રોડ શ્રમ શ્રધ્ધા ચોક પારસ મારબલ સામે થી ચોટીલાનાં મોલડી ગામે રહેતા અજીત ઉર્ફે રાજાભાઇ મનુભાઇ ખાચરને 60 દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો તેની પાસેથી સેન્ટ્રો કાર સહીત 68800 નો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ આ દારુનો જથ્થો ચોટીલા તરફથી લાવતો હોવાનુ કબુલ્યુ હતુ.

જયારે ત્રીજા દરોડામા ડીસીપી ઝોન ર રાકેશ દેસાઇની એલસીબીની ટીમનાં પીએસઆઇ આર એચ ઝાલા, એએસઆઇ જે. વી. ગોહીલ, રાજુભાઇ મીયાત્રા, રાહુલભાઇ ગોહેલ, શકિતસિંહ ગોહીલ, હેમેન્દ્રભાઇ અને કુલદીપસિંહ રાણા સહીતનાં સ્ટાફે નાના મવા રોડ નહેરુનગર શેરી નં પ પાસેથી હિમાનસિંહ સુખદેવસિંહ જાડેજા અને લક્ષ્મીનગર આરએમસીનાં કવાર્ટરમા સચીન હસમુખભાઇ પરમારને દારુની રપ બોટલ રૂ. 63200 નાં મુદામાલ સાથે ઝડપી લેવામા આવ્યા હતા. હિમાનસિંહ અગાઉ મારમારી , દારૂ અને જીપી એકટ હેઠળ 8 ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે અને સચીન પરમાર આર્મ્સ એકટ, મારામારી, દારૂ અને મિલકત નુકસાન સહીત 14 ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે.