ગુજરાત
રાજકોટમાં ચાલુ સ્કૂલે શિક્ષક સહિત ત્રણના હાર્ટએટેકથી મોત
પટેલ ક્ધયા કેળવણી મંડળમાં રિસેસના સમયે સ્ટાફ રૂમમાં બેઠેલો યુવાન, નુરાનીપરામાં પ્રૌઢ અને રણછોડનગરમાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ દમ તોડયો
રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના કારણે અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાય રહી છે. ત્યારે વધુ 3 લોકોના હૃદય રોગના હુમલાથી મોત નિપજયા હોવાનુ સામે આવ્યુ છે. જેમાં ગોંડલ રોડ પર પટેલ ક્ધયા કેળવણી મંડળમાં રિસસેના સમયે સ્ટાફ રૂમમાં બેઠેલો યુવાન, નુરાનીપરામાં પ્રૌઢ અને રણછોડનગરમાં આધેડ બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ભીમનગર ચોક પાસે આવેલ લાલા લજપતરાય ટાઉનશીપમાં રહેતા કમલેશભાઇ નરેશભાઇ જોશી (ઉ.વ. 40) ગોંડલ રોડ પર આવેલ પટેલ ક્ધયા કેળવણી મંડળમાં ચાલુ ફરજે હતા ત્યારે રિસેસના સમયે સ્ટાફ રૂમમાં બેઠા હતા તે દરમિયાન અચાનક હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડયા હતા. યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જયા તેનુ મોત નિપજયુ હતુ. પ્રાથમીક પુછપરછમાં યુવક બે ભાઇમાં મોટા હતા અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમાં કોઠારીયા સોલવન્ટમાં આવેલા નુરાનીપરામાં રહેતા મહંમદભાઇ સલીમભાઇ સીડા (ઉ.વ. 46) રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતા. પ્રૌઢનુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી પ્રૌઢનુ હૃદય રોગના હુમલાથી મોત થયુ હોવાનુ જાહેર કર્યુ હતુ. મૃતક પ્રૌઢ 3 ભાઇ અને 1 બહેનમાં વચેટ હતા અને તેમને સંતાનમાં બે પુત્ર છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમાં રણછોડનગરમાં રહેલા સમૃધ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઇ રતીલાલભાઇ વ્યાસ (ઉ.વ. પ6) પોતાના ઘરે હતા ત્યારે મધરાત્રે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નિપજતા પરીવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમીક પુછપરછમાં મૃતક આધેડ ર ભાઇ અને ર બહેનમાં નાના હતા અને તેમને સંતાનમાં 3 પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.