ગૃહકલેશના ત્રણ બનાવ: ઝેરી દવા અને લિક્વિડ પી લેતા બે યુવાનોને સિવિલમાં ખસેડાયા

રાજકોટના વાજડી ગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા 25 વર્ષીય દેવરાજભાઈ બીજલભાઇ માલકીયાએ બપોરના આશરે બે વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લેતા તેમને તાત્કાલિક સારવાર…

રાજકોટના વાજડી ગઢ ગામે રહેતા અને ખેતીકામ કરતા 25 વર્ષીય દેવરાજભાઈ બીજલભાઇ માલકીયાએ બપોરના આશરે બે વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લેતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, દેવરાજભાઈને તેમના નાના ભાઈ સાથે ખેતીકામની બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો, જેનાથી મનદુ:ખ અનુભવી તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. દેવરાજભાઈને સંતાનમાં બે દીકરા છે અને હાલ તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બીજા બનાવમાં,શહેરના પેડક રોડ પર આવેલી ’ધી સોસાયટી’માં રહેતા 27 વર્ષીય સિબિરસિંગ દ્વારકાપ્રસાદ ચૌધરીએ બપોરના ત્રણ વાગ્યે કોઈ અગમ્ય લિક્વિડ પી લેતા સારવારમાં ખસેડાયા છે. મૂળ ઉત્તર પ્રદેશના વતની અને પિતળ કામના વ્યવસાય સાથે સંકળાયેલા આ યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી થઈ હતી. ઘરકંકાસથી કંટાળીને યુવાને ઝેરી પ્રવાહી પી લેતા તબિયત લથડી હતી, હાલ પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

ત્રીજા બનાવમાં નાનામવા મેઇન રોડ પર આવેલી શાસ્ત્રીનગર સોસાયટીમાં મજૂરી કામ કરતા 54 વર્ષીય મહેશભાઈ વાલજીભાઈ ડાંગરને હોસ્પિટલ દાખલ થવાનો વારો આવ્યો છે. સાંજના ચાર વાગ્યાના સુમારે મહેશભાઈને તેમના જ દીકરા ’કવલે’ કોઈ અગમ્ય કારણોસર માર મારતા તેમને ઈજાઓ પહોંચી હતી. મહેશભાઈને સંતાનમાં બે દીકરા છ