Site icon Gujarat Mirror

જામનગરમાં તીન પત્તીનો જુગાર રમતા ત્રણ જુગારીઓ પકડાયા

જામનગર ની લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગઈકાલે હાલર સોલ્ટ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલા ત્રણ શખ્સોની અટકાયત કરી લઇ રોકડ રકમ સહિતનું સાહિત્ય કબજે કર્યું છે.

એલસીબી ની ટુકડીએ ગઈકાલે હાલાર સોલ્ટ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં ગંજી પાના વડે જુગાર રમી રહેલા હુસેન ઇલિયાસ ભાઈ કમોરા, બિલાલ ઉર્ફે સલીમ કરીમભાઈ જેડા અને નવાજ કાસમભાઈ સુંભણીયા સહિત 3 ની અટકાયત કરિબલી તેઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, અને બાઈક સહિત કુલ રૂૂપિયા 1,40,100 ની માલમતા કબજે કરી લીધી છે.

Exit mobile version