Site icon Gujarat Mirror

અંડરબ્રિજ પાસે બાઇક ડિવાઇડર સાથે અથડાતા ત્રણ મિત્રોને ગંભીર ઈજા

રાત્રે નાસ્તો લઇને જતા હતા ત્યારે મહિલા કોલેજ પાસે અકસ્માત સર્જાયો : 108 મારફતે ત્રણેયને સિવિલમાં ખસેડયા

રાજકોટ શહેરમા દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જાય છે. ત્યારે ગઇકાલે કાલાવડ રોડ પર મહીલા કોલેજ અંડરબ્રિજ પાસે પુરઝડપે આવતા ડીવાઇડર બાઇક ડીવાઇડર સાથે અથડાયુ હતુ તેમા સવાર 3 મિત્રો રોડ પર ફંગોળાયા હતા જેમા ત્રણેયને ગંભીર ઇજા થતા સારવાર માટે 108 મારફતે સિવીલ હોસ્પીટલે ખસેડવામા આવ્યા હતા . હાલ ત્રણેય મિત્રોની હાલત ગંભીર હોવાનુ જાણવા મળી રહયુ છે આ અંગે માલવીયાનગર પોલીસ મથકનાં સ્ટાફે સિવીલ હોસ્પીટલ પહોંચી ત્રણેય ઇજાગ્રસ્તોનાં વાલી વારસાને જાણ કરતા તેમનાં પરીવારજનો તુરંત સિવીલ હોસ્પીટલ ખાતે પહોંચી ગયા હતા.

વધુ વિગતો મુજબ કાલાવડ રોડ પર અંડર બ્રિજ પાસે ગઇકાલે રાત્રીનાં એકાદ વાગ્યે અકસ્માત સર્જાતા ત્રણ યુવાનો ગંભીર હાલતમા રસ્તા પર ફંગોળાયા હતા. અને તેઓને 108 મારફેત સિવીલ હોસ્પીટલે સારવાર માટે ખસેડવામા આવ્યા હતા . આ ઘટનાની જાણ થતા માલવીયા નગર પોલીસ મથકનો સ્ટાફ તુરંત હોસ્પીટલે પહોંચી ગયો હતો અને ઘવાયેલા યુવાનોની ઓળખ મેળવવા તજવીજ શરુ કરતા ત્રણેયનાં અનુક્રમે નામ સાધુ વાસવાણી રોડ ગુરૂજીનગરનાં કવાટરમા રહેતા યુવરાજ પરષોતમભાઇ પરમાર (ઉ.વ. 18 ) , વિવેક રાજુભાઇ બારૈયા (ઉ. વ. 17 ) અને મેટોડા ગેઇટ નં 1 બુધવારી બજાર પાસે રહેતા મુળજીભાઇ મરમાર (ઉ.વ. 30 ) હોવાનુ જાણવા મળ્યુ હતુ. આ ઘટનામા યુવરાજ બે ભાઇમા મોટો અને તેમનાં પિતા પલ્મબર કામ કરે છે અને પોતે મજુરી કામ કરી પરીવારને મદદરુપ થાય છે . વિવેેક બે ભાઇ ત્રણ બહેનમા બીજા નંબરનો અને તેનાં પિતા ડ્રાઇવીંગ કામ કરે છે . તેમજ રોહીત પરમાર બે ભાઇ એક બહેનમા સૌથી નાનો છે અને પોતે મજુરી કામ કરી પરીવારને મદદરુપ થાય છે.

આ ઘટનામા પરીવારજનોની પુછપરછ દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે ત્રણેય મિત્રો રાત્રીનાં સમયે નાસ્તો લઇને પોતાનાં ઘર તરફ જઇ રહયા હતા . ત્યારે ત્રીપલ સવારી બાઇક અચાનક ડીવાઇડર સાથે અથડાતા ત્રણેય મિત્રો રસ્તા પર ફંગોળાયા હતા અને ત્રણેયને માથે અને શરીરે ગંભીર ઇજાઓ થઇ હતી . હાલ ત્રણેય યુવાનો બેભાન હોય જેથી પોલીસ દ્વારા નિવેદન લઇ શકાયુ નથી. તેવુ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.

Exit mobile version