ગુજરાત

સોમનાથમાં ત્રણ દિવસની ચિંતન શિબીરનો પ્રારંભ

Published

on


યાત્રાધામ સોમનાથમાં આજથી રાજય સરકારના મુખ્યમંત્રી સહીતના પ્રધાનો અને સચીવો સહીતના 200થી વધુ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ત્રણ દિવસની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે.


રાજ્યમાં રોજગારીની તકો-ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ-સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ-પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જુથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન થશે તેમજ સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ-આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો યોજાશે. જયારે શિબીરના અંતિમ દિવસે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ અપાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબીર તારીખ 21 નવેમ્બર ગુરૂૂવારથી 3 દિવસ માટે પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર સોમનાથ ખાતે યોજાશે.


આ 11મી ચિંતન શિબીરમાં જે વિષયો જુથ ચર્ચા અને ચિંતન-મંથન માટે પસંદ કરવામાં આવ્યા છે તેમાં રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ થાય છે.
ચિંતન શિબીરના ત્રણેય દિવસોનો પ્રારંભ સામુહિક યોગથી થશે. એટલું જ નહિ, સેવાઓના સુદ્રઢિકરણ માટે ડિપ ટેકનો ઉપયોગ, આર્ટીફિસ્યલ ઈન્ટેલિજન્સ અને ડેટા એનાલિસીઝ જેવા સમયાનુકુલ વિષયો પર નિષ્ણાતોના માર્ગદર્શક વક્તવ્યો પણ યોજાવાના છે.


આ ત્રિદિવસીય શિબીરના સમાપન અવસરે બેસ્ટ જિલ્લા કલેક્ટર અને બેસ્ટ ડી.ડી.ઓ.ના એવોર્ડસ પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનાયત કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version