દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ ગુનેગારોને પાસા તળે અલગ અલગ જેલમાં ધકેલાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા ગુનાઓ સાથે સંકળાયેલા શખ્સો સામે જિલ્લા પોલીસે કડક હાથે કામગીરી કરી, હાલ ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુરના ત્રણ શખ્સો સામે પાસાની…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા જુદા ગુનાઓ સાથે સંકળાયેલા શખ્સો સામે જિલ્લા પોલીસે કડક હાથે કામગીરી કરી, હાલ ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુરના ત્રણ શખ્સો સામે પાસાની કાર્યવાહી કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર પ્રકરણ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા અસામાજિક તત્વો, માથાભારે શખ્સો તેમજ જુગારનો અખાડો ચલાવનારા ગુનેગારો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે એલસીબીની ટીમ દ્વારા જરૂૂરી કામગીરી કરાઈ હતી. આને અનુલક્ષીને અહીંના એ.એસ.પી. પ્રખર કુમાર તથા એલસીબી વિભાગના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશીના વડપણ હેઠળ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોની માહિતી મેળવી, જુદા જુદા ત્રણ શખ્સો સામે પાસાની કામગીરી હેઠળ કરાઈ હતી.

જેને જિલ્લા કલેકટર રાજેશ એમ. તન્ના દ્વારા મંજૂર કરવામાં આવતા ખંભાળિયામાં જૂની મામલતદાર કચેરી પાસે રહેતા નારણ નાથા ભોજાણીને અહીંના પી.આઈ. સી.આર. રાણા દ્વારા અટકાયત કરી, તેને ખેડા જિલ્લાની નડિયાદ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં કરવામાં આવી હતી. આ ઉપરાંત દ્વારકા તાલુકાના મોજપ ગામના વાડી વિસ્તારમાં રહેતા મહિપત ઉર્ફે કાયડી રણમલભા કેરને ભાવનગર તેમજ કલ્યાણપુર તાલુકાના માળી ગામના રાણા દેવા જામને મહેસાણા જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરવામાં આવી હતી.