Site icon Gujarat Mirror

રેરા વગર બુકિંગ કરી 65 કરોડની છેતરપિંડી, ત્રણ બિલ્ડરોની ધરપકડ

રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફરી એક વખત મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.અમદાવાદના છારોડી વિસ્તારમાં ’સ્કાયહોમ્સ’ નામની રેસિડેન્શિયલ સ્કીમમાં રેરા (RERA) નોંધણી વગર જ બુકિંગ લઈને ત્રણ બિલ્ડરોએ 225થી વધુ લોકો પાસેથી આશરે 65 કરોડ રૂૂપિયા પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે.પોલીસે આ મામલે ત્રણેય આરોપી ભાગીદારોની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી બિલ્ડરોએ છારોડીમાં આવેલી જમીન પર 2BHK અને 3BHK ફ્લેટ્સની આકર્ષક સ્કીમ લોન્ચ કરી હતી.

તેઓએ બ્રોકર્સ અને એડવર્ટાઈઝમેન્ટ દ્વારા લોકોને આકર્ષિત કર્યા અને રેરા નોંધણી તેમજ નોન-એગ્રીકલ્ચર (NA) પરમિશન વગર જ બુકિંગ એમાઉન્ટ અને અડવાન્સ પેમેન્ટ વસૂલ્યા. ઘણા ખરીદદારોએ ફ્લેટના 50%થી વધુ રકમ ચૂકવી દીધી હતી, પરંતુ પ્રોજેક્ટનું કામ શરૂૂ થયું નહીં અને જમીન પણ અન્યને વેચી દેવામાં આવી હોવાના આક્ષેપો છે.ખરીદદારોને વારંવાર આશ્વાસન આપવામાં આવતું હતું કે પરમિશન મળી જશે અને ક્ધસ્ટ્રક્શન શરૂૂ થશે, પરંતુ જ્યારે વાસ્તવિકતા સામે આવી ત્યારે બિલ્ડરો ગાયબ થઈ ગયા. આ મામલે પીડિતોએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પછી પોલીસે ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા.

આ સ્કીમમાં મોટા ભાગના પીડિતો મધ્યમ વર્ગના પરિવારો છે, જેમણે પોતાની જીવનભરની જમા પૂંજી ફ્લેટમાં રોકી હતી. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી એથોરિટી (RERA) કાયદા હેઠળ કોઈપણ પ્રોજેક્ટમાં બુકિંગ લેતા પહેલા નોંધણી અને તમામ પરમિશન જરૂૂરી છે. આ કાયદો ખરીદદારોના હિતોનું રક્ષણ કરે છે અને બિલ્ડરોને પારદર્શિતા જાળવવા બંધનકર્તા છે. તાજેતરમાં ગુજરાતમાં આવા અનેક કેસો સામે આવ્યા છે, જેમાં રેરા વગરના પ્રોજેક્ટ્સમાં છેતરપિંડી થઈ છે.પોલીસે આરોપીઓ વિરુદ્ધ IPCની કલમો હેઠળ છેતરપિંડી, વિશ્વાસઘાત અને અન્ય ગુનાઓ નોંધ્યા છે.

Exit mobile version