Site icon Gujarat Mirror

રૈયાધારે ત્રણ કારમાં તોડફોડ કરનાર સોશિયલ મીડિયા ઈંફ્લૂન્સરના ત્રણ સાગરીતની ધરપકડ

રાજકોટની ઈંફ્લૂન્સર નિયતિ રઘુવંશી આણી ટોળકીનો આતંક સામે આવ્યો હતો. જેમાં ત્રણ કારમાં તોડફોડ કરી હુમલો કરતાં પોલીસ દોડતી થઈ હતી. જે બનાવમાં એલસીબી ઝોન-2 ની ટીમે ત્રણ શખ્સોને પકડી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે રેલનગરમાં રહેતાં પરમવીરસિંહ વિજયસિંહ ઝાલા નામના યુવાને યુની. પોલીસ મથકમાં આપેલ અરજીમાં જણાવ્યું હતું કે, તે રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે શીવ શક્તિ નામની ઓફિસ ધરાવી તેમાં સેલ્ફમાં કાર ભાડે આપવાનું કામ કરે છે.

જે બાદ ફરીયાદી તેમના અન્ય માણસો સાથે વક સ્કોર્પિયો કાર, એક આઈ ટવેન્ટિ કાર ભાડે આપવા અને પોતાને પરત આવવા સ્વીફ્ટ કાર લઈ રાણીમાં રૂૂડીમાં ચોક પાસે પહોંચ્યા હતાં. તેઓ કારમાંથી ઉતરે તે પહેલાં જ નિયતિ રઘુવંશી, દકુ, રોહિત સહિતના દસેક અજાણ્યાં શખ્સોનું ટોળું હાથમાં સોડા બોટલ, પાઇપ, છરી, ધોકા જેવા હથીયાર સાથે ઘસી આવેલ હતાં.

સ્થિતિને પારખી ફરીયાદીએ કાર ભગાડવાનો પ્રયાસ કરતાં આરોપીએ હુમલો કરી દિધો હતો અને ત્રણેય કારમાં મોટું નુકસાન કર્યું હતું.તેમજ આરોપીએ કહેલ કે, આજે આમને મારી જ નાંખવા છે કહીં ધમકી પણ આપતાં હતાં.જે બાદ પીઆઇ એચ.એન.પટેલ અને ટીમે તુરંત જ તપાસનો ધમધમાટ આદરી સીસીટીવી ફૂટેજ ના આધારે આરોપીઓને પકડી પાડવા તજવીજ આદરી હતી.

આ ઘટનામાં એલસીબી ઝોન-2 પીએસઆઇ આર.એચ.ઝાલા અને ટીમે આરોપી રમેશ ઉર્ફે દકુડો ધનજી બોખાણી (ઉ.વ.30,રહે. રાણીમાં રૂૂડીમાં ચોક રૈયાધાર મફતીયાપરા), રવિ સેલા બોળીયા (ઉ.વ.23 ), રહે. રાણીમાં રૂૂડીમાં ચોક રૈયાધાર મફતીયાપરા) અને આનંદ ઉર્ફે બાબુ રણછોડ પરમાર (ઉ.વ.25 રહે. રાણીમાં રૂૂડીમાં ચોક રૈયાધાર મફતીયાપરા) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.ઉલ્લેખનીય છે કે, આરોપી રમેશ ઉર્ફેદ દકુડો અને આનંદ વિરુદ્ધ દારૂૂ, મારામારી, જુગાર સહિતના અને ગુના નોંધાયેલ છે.

Exit mobile version