Site icon Gujarat Mirror

શહેરમાં દારૂના 3 દરોડામાં 1.32 લાખના દારૂ સાથે ત્રણ પકડાયા

થર્ટી ફર્સ્ટ પુર્વે દારૂની હેરાફેરીને ડામવા માટે પોલીસ બાજ નજર રાખી રહી છે ત્યારે એલસીબી ઝોન-2 અને પીસીબીએ શહેરમાં ત્રણ સ્થળે દરોડા પાડેી 1.32 લાખના દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.જાણવા મળતી વિગત મુજબ એલસીબી ઝોન-2ના એએસઆઇ જે.વી.ગોહીલ, હેડ કોન્સ. આર.વી. ગોહીલ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન યુનિવર્સિટી રોડ પર ભગતસિંહ ગાર્ડન પાછળ હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા રવિ ટેહલાણીએ પોતાના કવાર્ટરમાં દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા કવાર્ટરમાં અંડરગ્રાઉન્ડ ટાંકામાં બનાવેલા ટાંકામાંથી વિદેશી દારૂની બોટલ નં.57 (કિં.32505) મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી રવિ ભગવાનદાસ ટેહલાણીને ઝડપી પાડયો હતો. જયારે દારૂ આપનાર હર્ષ હેમતસિંહ રાજપુતનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. બીજા દરોડામાં પીસીબીના પીએસઆઇ એમ.જે. હુણના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. કુલદિપસિંહ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન મોરબી રોડ જકાતનાકા પાસે જય જવાન જય કિશાન સોસાયટી શેરી નં.3માં દરોડો પાડી મકાનમાંથી વિદેશી દારૂની બોટલ નં.120 (કિં.67320) સાથે આરોપી ભાવેશ મગનભાઇ મકવાણાને ઝડપી લીધો હતો.ત્રીજા દરોડામાં પીસીબીના સ્ટાફે કોઠારીયા રોડ પર મહેશ્વરી સોસાયટી શેરી નં.2માં એજાદ હારૂનભાઇ આદમાણીના મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નં.24 (કિં.17670) કબજે કરી આરોપી એજાદ આદમાણીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Exit mobile version