Site icon Gujarat Mirror

અમદાવાદમાં રિક્ષા ચોરી કરતાં બોટાદના બે સહિત ત્રણ ઝડપાયા

પોલીસે 8.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં રિક્ષા ચોરી કરતી ગેંગને એલસીબી પોલીસે ઝડપી પાડી ચોરીના 5 ગુના ઉકેલ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂૂ.8.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રિક્ષા ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આ ગેંગના ત્રણ સભ્યો પાસેથી રૂૂ.8,60,000ની કિંમતની પાંચ ચોરાયેલી રિક્ષાઓ જપ્ત કરી સાણંદ, વાસણા, બોડકદેવ, વસ્ત્રાપુર અને જીવા વિસ્તારમાં થયેલી પાંચ જેટલા ચોરીના ગુના ઉકેલી કાઢયા છે. પોલીસે મહેશ ઉર્ફે તોઈડો મેલાભાઈ ઠાકોર (રહે. બાવળા), સંજયભાઈ માવજીભાઈ ડેરવાળીયા (રહે. પાળીયાદ, બોટાદ) અને વિનોદભાઈ વિઠ્ઠલભાઈ સહરવા (રહે. પાળીયાદ, બોટાદ) સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ મહેશ ઠાકોર વિરૂૂદ્ધ બાવળા, સાણંદ, ચાંગોદર, રાધનપુર, કેશ્વર અને નારોલ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે. સંજય ડેરવાળીયા વિરૂૂદ્ધ બોટાદ, બગોદરા, પાળીયાદ અને કેરાળા જીઆઇડીસી સહિતના પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે.

Exit mobile version