કેકેવી ચોક પાસેથી પીત્ઝા શોપના મેનેજરને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડીએ ઉલટી ઉબકાના બહાના કરી તેની પાસેથી રૂૂપિયા 16,000 ની રોકડ સેરવી લીધી હતી. જે અંગે ગુનો નોંધાયા બાદ ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર 25 વારીયામાં રહેતા રીક્ષા ચાલક અને ગુનામાં તેની સાથે રહેલા તેના પુત્ર અને પુત્રવધુને ઝડપી લીધા હતા.વધુ વિગતો મુજબ,અયોધ્યા ચોક પાસે રીયા એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતા મહેશભાઇ ધરતી(ઉ.વ. 42) એક પીત્ઝા શોપમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ગઇ તા.11 ના રોજ કેકેવી ચોકમાં આવેલી શોપથી ઘરે જવા માટે રિક્ષામાં બેઠા હતાં. જેમાં અગાઉથી એક મહિલા અને પુરૂૂષ મુસાફર તરીકે બેઠા હતાં. રસ્તામાં પુરૂૂષ મુસાફરે ઉલ્ટી અને ઉબકાના નાટક કરતા રિક્ષાચાલકે મહેશભાઇને રામાપીર ચોકડી પાસે ભાડુ લીધા વગર ઉતારી દીધા હતાં. બાદમાં તેમને શંકા જતા ખિસ્સામાં જોતા રૂૂ.16 હજારની રોકડ સેરવી લીધાની જાણ થઇ હતી. જેથી તેમણે આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ ધપાવી હતી.દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ગઢવી, રોહિતદાન ગઢવી અને કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમારને મળેલી બાતમીના આધારે જામનગર રોડ ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર પાસેથી રીક્ષા ગેંગને ઝડપી લીધી હતી.ઝડપાયેલ આરોપીઓમાં દિનેશભાઈ હીરાભાઈ કુંવરિયા (ઉ.વ. 60 રહે. ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટર નંબર 560, જામનગર રોડ) તેનો પુત્ર કિશન દિનેશભાઈ કુંવરિયા (ઉ.વ. 35 રહે. રૈયાધાર રાધેશ્યામ ગૌશાળા ગેટ પાસે) અને પુત્રવધુ કાંતાબેન કિશનભાઇ કુવરિયા (ઉ.વ. 32) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપી પાસેથી રોકડ રૂૂ. 15,000 અને રીક્ષા સહિત રૂૂ. 65,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી દિનેશ કુંવરિયા રીક્ષા ચાલક હોય પરંતુ હાલમાં ધંધો બરોબર ચાલતો ન હોવાથી તેણે રીક્ષામાં મુસાફરને બેસાડી તેની પાસેથી રોકડ તફડાવી લેવાનું નક્કી કર્યું હતું અને આ માટે તેણે પુત્ર કિશન અને પુત્રવધુ કાન્તાને પણ સાથે રાખી ત્રણેય મળી મુસાફરને ખંખેરવાનો પ્લાન બનાવ્યો હતો. પહેલા જ શિકારમાં પોલીસ ઝપટે ચડી ગયા હતા. આરોપી દિનેશ કુંવરીયા સામે અગાઉ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દારૂૂ અને મારામારીના ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું જાણવા મળ્યું છે.કામગીરીમાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણી, પીએસઆઇ વી.ડી. રાવલિયાની રાહબરીમાં હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ગઢવી, ભવદિપસિંહ ગોહિલ, રોહિતદાન ગઢવી, શબ્બીરખાન મલેક, કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજા સાથે રહ્યા હતાં
