રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી તડિપાર કરાયેલા મહિલા સહિત ત્રણ પકડાયા

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમા દારૂનાં ગુનામા પકડાય ગયેલા શખસોને રાજકોટ ગ્રામ્ય અને શહેર વિસ્તારમાથી તડીપાર કરવામા આવેલા હતા. આમ છતા તેઓ રાજકોટ શહેરમા પોતાનાં…

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમા દારૂનાં ગુનામા પકડાય ગયેલા શખસોને રાજકોટ ગ્રામ્ય અને શહેર વિસ્તારમાથી તડીપાર કરવામા આવેલા હતા. આમ છતા તેઓ રાજકોટ શહેરમા પોતાનાં ઘરે આટાફેરા કરતા હોવાનુ જાણવા મળતા થોરાળા પોલીસનાં સ્ટાફે બાતમીનાં આધારે એક મહીલા સહીત બે શખસોને ઝડપી પાડયા હતા. અને તેમની સામે તડીપાર ભંગ બદલ ગુનો નોંધવામા આવ્યો હતો.

વધુ વિગત મુજબ થોરાળા પોલીસ સ્ટેશનનાં પીઆઇ એન. જી વાઘેલાની રાહબરીનાં પીએસઆઇ એમ. એસ મહેશ્ર્વરી, એએસઆઇ દેવશીભાઇ ખાંભલા, મહેશભાઇ સોલંકી , રાકેશભાઇ બાલાસરા, ધર્મેન્દ્રભાઇ ગઢવી, નીલેશભાઇ જાગાણી અને કિશોરભાઇ પરમાર સહીતનાં સ્ટાફે બાતમીનાં આધારે રાજકોટ શહેર અને ગ્રામ્ય માથી તડીપાર કરાયેલા ગંજીવાડા શેરી નં 18 મા રહેતા મોહમદ ખાન મોહબત ખાન બ્લોચ , આજી વસાહત ખોડીયાર નગર શેરી નં 8 મા રહેતા કિશન ઉર્ફે દસ્તો બુધ્ધાભાઇ નંદાસીયા, અને ભાવનગર રોડ મયુર નગર મફતીયાપરા શેરી નં 1 મા રહેતા વનીતાબેન રમેશભાઇ સીતાપરાને તેનાં ઘર પાસેથી ઝડપી લઇ તડીપાર ભંગ બદલ ગુનો દાખલ કરવામા આવ્યો હતો.