Site icon Gujarat Mirror

હળવદમાં ભત્રીજાના પ્રેમપ્રકરણ મામલે કાકાની હત્યા કરનાર ત્રણ આરોપી ઝડપાયા

ત્રણેય આરોપીને કોર્ટમાં રજૂ કરાશે, વધુ આરોપીઓની શોધખોળ

 

હળવદના સુરવદર ગામે પ્રેમ પ્રકરણમાં રવિવારે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ રાયધ્રા અને શક્તિનગરના આરોપીઓએ યુવાનનું અપહરણ કરવા જતા વચમાં પડેલાં આધેડની હત્યા કરવામાં આવી હતી જેમાં મૃતકનાં ભત્રિજાએ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી જેમાં ચાર આરોપીની નામજોગ અને બીજા અજાણ્યા મળીને 9 સામે ગુનો દાખલ થયો છે ત્યારે પોલીસે હાલમાં ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.

હળવદના સુરવદર ગામે ફરીયાદી કિરણ કરસનભાઈ ધામેચાનો ભાઈ મનોજ ધામેચા રાયધ્રા ગામની પરિણીત યુવતિને ભગાડીને લઈ જતા આરોપીઓએ ફરિયાદીના ઘરે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ છરી ધોકા જેવા હથિયારથી પહોંચ્યા હતા પરંતુ ભગાડી જનાર મનોજ ધામેચા નહીં મળી આવતા તેના ભાઈનું
કિરણભાઈ ધામેચાનુ અપહરણ કરી જતા હતા ત્યારે વચમાં ફરિયાદીના કાકા ચંદુભાઈ રાઘવજીભાઈ ધામેચા છોડાવવા જતા આરોપીએ વિશાલે ચંદુભાઈને છાતીમાં છરીના ઘા મારી મોત નિપજાવ્યું હતું તો સાથે જ મૃતક ચંદુભાઈનો દીકરો જયેશ તેમને છોડાવવા જતા આરોપી વિશાલે તેને પગ અને માથાના ભાગે છરીના ઘા માર્યા હતા.આ ઝઘડા દરમિયાન મૃતક ચંદુભાઈની દીકરી સંજના તથા જયસુખ આવતા અન્ય આરોપીઓએ ધોકા વડે મુઢ મારમાર્યો હતો જ્યાંથી તેમને જેતપર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ફરિયાદી કિરણે હળવદ પોલીસ મથકે વિશાલ રમેશભાઈ કોળી, શામજી રણછોડભાઈ કોળી સાગર રણછોડભાઈ કોળી રહે રાયધ્રા અને આશિષ બાબુભાઈ કોળી રહે શક્તિ નગર તથા અજાણ્યા ચારથી પાંચની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

હળવદ પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપીઓ વિશાલ રમેશભાઈ કોળી, શામજીભાઈ રણછોડભાઈ કોળી અને સાગર રણછોડભાઈ કોળીને પોલીસે ઝડપી લીધા છે અને વધુ ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે

Exit mobile version