Site icon Gujarat Mirror

તારા સીન સપાટા બંધ કરજે તેમ કહી છરીની અણીએ ધમકી


જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં રહેતા એક સામાજિક કાર્યકરને તું શિનસપાટા શા માટે કરે છે, તારા સીન સપાટા વીંખી નાખવા ચેઝ તેમ કહી સાધના કોલોની વિસ્તાર માં રહેતા એક શખ્સે આવીને છરીની અણીએ ધાક ધમકી આપવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.


જામનગરમાં કડિયાવાડ વિસ્તારમાં રહેતા વિશાલ કિશોરભાઈ લાખાણી નામના 44 વર્ષના યુવાને પોતાને છરીની અણિએ પતાવી દેવાની ધમકી આપવા અંગે સાધના કોલોની માં રહેતા મનીષ ગજુભાઈ શર્મા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.


ફરિયાદી યુવાન વિશાલ ગઈકાલે ત્રણ દરવાજા પાસે ઉભો હતો, જે દરમિયાન આરોપી પોતાનું બાઈક લઈને ધસી આવ્યો હતો, અને તું બહુ સીન સપાટા કરે છે, તારા સીન સપાટા વીંખી નાખવા છે.
તેમ કહી પતાવી દેવાની ધમકી અપાઇ હોવાથી મામલો સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે. હાલ ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસ શોધી રહી છે.

Exit mobile version