Metaની કાર્યવાહીથી હજારો WhatsApp અકાઉન્ટ બ્લોક! 24 કલાક માટે સર્વિસ બંધ, જાણો કારણ

  જો તમે WhatsApp વાપરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતમાં અનેક WhatsApp યુઝર્સના અકાઉન્ટ અચાનક ‘Under Review’માં જતાં ભારે મૂંઝવણ ફેલાઈ…

 

જો તમે WhatsApp વાપરો છો, તો તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ભારતમાં અનેક WhatsApp યુઝર્સના અકાઉન્ટ અચાનક ‘Under Review’માં જતાં ભારે મૂંઝવણ ફેલાઈ છે. Metaએ કેટલાક અકાઉન્ટ 24 કલાક માટે બ્લોક કરતાં યુઝર્સ સોશિયલ મીડિયા પર પોતાની ફરિયાદ વ્યક્ત કરી રહ્યા છે.

આ સમસ્યા માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય કેટલાક દેશોના યુઝર્સને પણ અસર કરતી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ પોતાની ફરિયાદો અને અનુભવ શેર કર્યા હતા.

સોમવાર સાંજથી એટલે કે ગઈ કાલથી અનેક WhatsApp યુઝર્સના અકાઉન્ટ અચાનક બ્લોક થવા લાગ્યા. એપ ખોલતા ‘Your account is under review’નો મેસેજ દેખાયો અને 24 કલાક સુધી સર્વિસ બંધ રાખવામાં આવી હોવાનું જણાવાયું. આ દરમિયાન યુઝર્સ ન તો મેસેજ મોકલી શક્યા અને ન તો WhatsAppની અન્ય સુવિધાઓનો ઉપયોગ કરી શક્યા. આ સમસ્યાનો ભોગ ભારત સહિત અન્ય દેશોના કેટલાક યુઝર્સ પણ બન્યા હોવાનું સામે આવ્યું છે.કંપનીનું કહેવું છે કે યુઝર્સની સુરક્ષા માટે શંકાસ્પદ અકાઉન્ટની તપાસ કરવામાં આવે છે, જોકે કેટલીક વખત ભૂલથી સામાન્ય યુઝર્સ પણ તેની ઝપેટમાં આવી જાય છે. હવે આ મુદ્દે Metaએ પણ પોતાનો ખુલાસો કર્યો છે.

WhatsAppની માલિક કંપની Metaના પ્રવક્તાએ જણાવ્યું કે પ્લેટફોર્મનો દુરુપયોગ અટકાવવા માટે કંપની સતત શંકાસ્પદ અકાઉન્ટ પર કાર્યવાહી કરે છે. જોકે, કેટલીક વખત ઓટોમેટેડ સુરક્ષા સિસ્ટમની ભૂલના કારણે સામાન્ય યુઝર્સના અકાઉન્ટ પણ રિવ્યૂમાં ચાલી જાય છે.

કંપનીના જણાવ્યા મુજબ, જો તપાસ દરમિયાન કોઈ નિયમનો ભંગ થયો ન હોવાનું સામે આવે તો યુઝરનું અકાઉન્ટ શક્ય તેટલી વહેલી તકે ફરી એક્ટિવ કરી દેવામાં આવે છે.

અસરગ્રસ્ત યુઝર્સને મળેલા નોટિફિકેશનમાં જણાવાયું હતું કે તેમના અકાઉન્ટની એક્ટિવિટી અને ડિવાઇસની માહિતીની સમીક્ષા કરવામાં આવી રહી છે અને સામાન્ય રીતે 24 કલાકમાં નિર્ણય લેવામાં આવશે. વધુ માહિતી માટે Help વિભાગમાં જવાની પણ સૂચના આપવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાને લઈને X (પૂર્વે Twitter) સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અનેક યુઝર્સે પોતાની ફરિયાદો વ્યક્ત કરી હતી.