વડાપ્રધાન મોદી નેધરલેન્ડની મુલાકાતે છે. હેગમાં ભારતીય સમુદાયને સંબોધતા મોદીએ કહ્યું કે અહીંના લોકોનો પ્રેમ અને ઉત્સાહ જોઈને તેમને એવું લાગ્યું કે જાણે તેઓ કોઈ ભારતીય ઉત્સવમાં ભાગ લઈ રહ્યા હોય.
પીએમ મોદીએ કહ્યું કે આજનું ભારત મોટા સપના જોઈ રહ્યું છે. ભારતે ચંદ્ર પર પહોંચીને ઇતિહાસ પણ રચ્યો છે – એક એવા ક્ષેત્રમાં ઉતરાણ કર્યું છે જ્યાં વિશ્વનો કોઈ અન્ય દેશ પહેલાં ક્યારેય ગયો ન હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે દુનિયા માટે આ આફતોનો દાયકો છે. પહેલા કોરોના, પછી યુદ્ધ, હવે ઉર્જા સંકટ, જો પરિસ્થિતિ નહીં બદલાય તો ગરીબીની જાળમાં ફસાઈ જઈશું
પીએમ મોદીએ નોંધ્યું કે જ્યારે પણ તેમણે નેધરલેન્ડના નેતૃત્વ સાથે ચર્ચા કરી છે, ત્યારે તેમણે સતત ભારતીય સમુદાયની પ્રશંસા કરી છે. તેમણે ઉમેર્યું કે દરેક ભારતીય નેધરલેન્ડના સમાજ અને અર્થતંત્રમાં તેમના યોગદાન પર ગર્વ અનુભવે છે.
પ્રધાનમંત્રી મોદીએ ૧૬ મેના દિવસને ખરેખર ખાસ દિવસ ગણાવ્યો. તેમણે ધ્યાન દોર્યું કે આજના દિવસે – ૧૨ વર્ષ પહેલાં, ૨૦૧૪માં – લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.
મોદીએ નેધરલેન્ડ્સમાં ભારતીયોને પૂછ્યું- શું ઝાલમૂરી અહીંયા પણ પહોંચી ગઈ? આ દરમિયાન પીએમએ કહ્યું કે મને એવું લાગી રહ્યું છે કે જાણે હું ભારતમાં જ હોવ.
પીએમ મોદી 9 વર્ષ પછી નેધરલેન્ડના પ્રવાસે પહોંચ્યા છે. આ પ્રવાસ ભારત અને નેધરલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ યાત્રામાં વેપાર, ટેકનોલોજી, સેમિકન્ડક્ટર, જળ વ્યવસ્થાપન, ગ્રીન એનર્જી અને સંરક્ષણ સહયોગ જેવા અનેક મોટા મુદ્દાઓ પર વાતચીત થશે.
