Site icon Gujarat Mirror

ચેમ્પિયન બનતા જ ટેબલ પર માથું મૂકીને રડી પડ્યો ગુકેશ ડી

ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યાં બાદ તરત ડી ગુકેશ ટેબલ પર માથું મૂકીને રડતો જોવા મળ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ જીત્યાં બાદ ગુકેશ ટેબલ પર માથું ઝૂકાવી દીધું હતું અને ભાવુક બન્યો હતો, ત્યાર બાદ તે રડતો પણ જોવા મળ્યો હતો. વર્લ્ડ ચેસમાં ભારતનો તિરંગો ફરકાવનાર 18 વર્ષીય ડી ગુકેશના ભારોભાર વખાણ કરતાં પ્રધાનમંત્રી મોદીએ તેમની સિદ્ધિને બિરદાવી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે ઐતિહાસિક સિદ્ધિ બદલ ડી ગુકેશને અભિનંદન, આ ગુકેશનનું અદ્વિતિય પ્રતિભા, તનતોડ મહેનત અને દૃઢ નિશ્ચિયનું ફળ છે. તેમની જીતને કારણે ચેસના ઈતિહાસમાં તેમનું નામ જ અંકિત નથી થયું પરંતુ લાખો યુવાને મોટું સપનું જોવાની અને પાર પાડવાની પ્રેરણા મળી છે.


ભારતના ડી ગુકેશે ચેસની દુનિયામાં ઈતિહાસ રચ્યો છે. તે ચેસનો નવો અને સૌથી યુવા વિશ્વ ચેમ્પિયન બન્યો છે. ડી ગુકેશે ચીનની બાદશાહત ખતમ કરી છે અને તે ભૂતપૂર્વ ભારતીય ચેસ માસ્ટર વિશ્વનાથન આનંદની બરાબરી કરી ચૂક્યો છે.


ગુરુવારે સિંગાપોરમાં વર્લ્ડ ચેસ ચેમ્પિયનની ફાઈનલ રમાઈ હતી જેમાં ગુકેશે ચીનના 14મી ગેમમાં ડીંગ લિરેનને હરાવીને ખિતાબ કબજે કર્યો હતો.


ગુકેશ વિશ્વ ચેસ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી બની ગયો છે. જ્યારે વિશ્વનાથન પ્રથમ ભારતીય છે. 5 વખતના વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે 2013માં છેલ્લું ટાઇટલ જીત્યું હતું.

Exit mobile version